દાહોદઃ જિલ્લામાં શુક્રવારે વધુ 12 કોરોના પોઝિટિવ દર્દીઓના સમાવેશ સાથે દાહોદ જિલ્લામાં કોરોનાનો કુલ આંકડો 1214 ને પાર કરી ચુક્યો છે. તો બીજી બાજુ આજે વધુ 17 લોકો કોરોના સામે જંગ જીતી જતા તેઓને હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી. દાહોદ જિલ્લામાં કોરોનાથી કુલ 61 લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.
દાહોદ જિલ્લામાં આરોગ્ય વિભાગ દ્વારા શંકાસ્પદ દર્દીઓના સેમ્પલ લઇને ચકાસણી માટે મોકલવામાં આવ્યા હતા. આ શંકાસ્પદ દર્દી સેમ્પલમાં પોઝિટિવ આવેલા 12 દર્દીઓ જેમાં અરવિંદભાઈ ગવરીલાલ લબાના (ઉ.પ૦ રહે. આફવા ફતેપુરા) પ્રજાપતિ ચંચળ બાબુભાઈ (ઉ.પપ રહે. રામપુર બેડા ફળીયું, ધાનપુર), પ્રજાપતિ અલ્કેશ બાબુભાઈ (ઉ.ર૮ રહે. રામપુર બેડા ફળીયુ ધાનપુર), વિવેક અશોકજી (ઉ.ર૬ રહે. બરોડા બેંકની સામે ઝાલોદ), મહમદ અહમદ (ઉ.પ૯ રહે. લખારવાડી ઝાલોદ), ભુરીયા બાબુભાઈ મુલાભાઈ (ઉ.૪૯ રહે. નગરાળા હાઈવે ફળીયા દાહોદ), અજય બાબુ (ઉ.૧૭ રહે. નગરાળા હાઈવે ફળીયા દાહોદ), કનુભાઈ અભેસીંગ (ઉ.૪૦ રહે. ડુંગરભીત ફળીયુ, તોયણી સીંગવડ), ભાર્ગવીબેન પલકકુમાર (ઉ.૩પ રહે. ગાંધીચોક ગાંગરડી ગરબાડા), ભુરીયા સંજયભાઈ રમેશભાઈ (ઉ.ર૦ રહે. હિમાલા ખાંડીવાવ ટીમરડા દાહોદ), પલકકુમાર હીતેન્દ્રભાઈ (ઉ.૩૦ રહે.ગાંધીચોક ગાંગરડી ગરબાડા), રાઠોડ સંતોષબેન અશોકભાઈ (ઉ.ર૬ રહે. લીંબચ ફળીયા કારઠ ઝાલોદ) નો સમાવેશ થાય છે.
આમ, ઉપરોક્ત 12 કોરોના પોઝિટિવ દર્દીઓના રહેણાંક વિસ્તારમાં આરોગ્ય તંત્ર દ્વારા સેનેટરાઈઝીંગ સહિતની કામગીરીમાં જાેતરાઈ ગઈ છે.