આંતકવાદી હુમલા થવાના ઇન્ટેલિજન્સ બ્યુરોના ઈનપુટના આધારે રાજ્ય સહિત દાહોદ જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે તેમજ મધ્ય પ્રદેશ અને રાજસ્થાનની સરહદે આવેલી છે. ચેકપોસ્ટો પર પોલીસ પ્રશાસન દ્વારા બુલેટ પ્રૂફ જેકેટ પહેરેલા હથિયારધારી પોલીસોનો ખડકલો ગોઠવવામાં આવ્યો છે. તેમજ હથિયારધારી પોલીસ દ્વારા મધ્ય પ્રદેશ અને રાજસ્થાન તરફથી આવતા તમામ વાહનોને ચેકપોસ્ટે રોક્યા બાદ તેમાં સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યા છે.
પોલીસ કર્મીઓ દ્વારા શંકાસ્પદ જણાતા તમામ વાહનની અંદર રહેલા સામાનનું પણ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે. મધ્યપ્રદેશના પીટોલ ચેકપોસ્ટ નજીક આવેલી ગુજરાતની ખંગેલા ચેકપોસ્ટ પર અંદાજે 50 જેટલા હથિયાર ધારી પોલીસ જવાન અને SRP જવાનોનો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે. ચેકિંગ દરમિયાન પોલીસને કોઇપણ વસ્તુ શંકાસ્પદ નહીં મળતા તંત્ર દ્વારા પણ રાહતનો શ્વાસ લેવામાં આવ્યો છે. ખંગેલા ચેકપોસ્ટથી 200 મીટર આગળ નવું ચેકિંગ નાકાબંધી ઊભી કરીને પોલીસ દ્વારા વાહનોનું ચેકિંગ હાથ ધરવીમાં આવી રહ્યું છે.