ETV Bharat / state

25 મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને વીજકર્મીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરી યથાવત કર્યા

દાહોદ તાલુકામાં વર્ષાઋતુનુ વાવાઝોડા સાથે આગમન થતા ધરાશાયી થયેલા 25 મીટરની ઊંચાઇના બે વીજ ટાવરોને વીજકર્મીઓએ ભારે જહેમત અને પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરીથી યથાવત કર્યા હતા. જિલ્લા કલેક્ટર વિજય ખરાડીના સંકલનમાં રહીને જે તે વિસ્તારમાં વીજળીની વૈકલ્પિક વ્યવસ્થા કરી આ બંને વીજ ટાવરોના સમારકામનું ભગીરથ કાર્ય વીજ અધિકારીઓ-કર્મચારીઓએ જાનની પરવા કર્યા વિના સફળતાપૂર્વક કર્યુ હતું.

25 મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને વિજકર્મીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરી યથાવત કર્યા

author img

By

Published : Jun 18, 2020, 3:37 AM IST

દાહોદ: વાવાઝોડા સાથેના વરસાદને કારણે દાહોદ શહેર અને આસપાસના વિસ્તારમાં ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના 66 કેવીના 25 મીટર ઉંચાઇના બે સર્કિટવાળા બે ટાવર રાતના 3 વાગે ધરાશાયી થયા હતા. જેના કારણે દાહોદ શહેર, દાહોદ ગ્રામ્ય, લીમડી, ઝાલોદ, ફતેપુરાની પેટાવિભાગીય કચેરીઓના અને તેની આજુબાજુના વિસ્તારોમાં વીજ પ્રવાહમાં વિક્ષેપ પડ્યો હતો. આ બે ટાવર વીજ લાઇન દ્વારા દાહોદ જિલ્લાના 66 કેવીના કુલ 8 સબસ્ટેશન જે અનુક્રમે કારઠ, ગુલતોરા, ઝાલોદ, લખનપુર, ખરેડી, ખરોડ, નવાગામ અને કઠલા સબસ્ટેશનોમાં વીજપ્રવાહ સંપૂર્ણપણે બંધ થઇ ગયો હતો.

25 મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને વિજકર્મીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરી યથાવત કર્યા
25 મીટરની ઊંચાઇના ધરાશાયી થયેલા બે વીજ ટાવરોને વિજકર્મીઓએ જાનના જોખમે પ્રતિકુળ સંજોગો વચ્ચે ફરી યથાવત કર્યા

ઉપરાંત કુલ 20 ફીડર પ્રભાવિત થતા 285 ગામડાઓમાં અંધારપટ છવાયો હતો. આ પ્રભાવીત ફીડરોને વીજ પુરવઠો હંગામી ધોરણે પૂરો પાડવા માટે મધ્યગુજરાત વીજ કંપની લી. અને ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કોર્પોરેશનના અધિકારીઓ અને કર્મચારીઓએ સતત ફીલ્ડ ઉપર રહી દાહોદ જિલ્લાના 8 સબસ્ટેશનને વીજ પુરવઠો તારીખ 12 જૂનના રોજ બપોરે 12:00 વાગ્યા સુધીમાં ચાલુ કર્યો હતો અને સંતરામપુરથી આવતી લાઇન દ્વારા કુલ 11 સબસ્ટેશનોને વૈકલ્પિક વીજ પુરવઠો શરૂ કરવામાં આવ્યો હતો. ઉપરાંત દાહોદ જિલ્લાની મુખ્ય જિલ્લા કચેરીઓ અને શહરી વિસ્તારોમાં વીજ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા યુદ્ધના ધોરણે કરવામાં આવી હતી.

આ બંને ધરાશાયી થયેલા ટાવર ઊભા કરવા માટે ગુજરાત એનર્જી ટ્રાન્સમીશન કંપનીના 20 માણસોનો સ્ટાફ, કોન્ટ્રાકટરની બે ટીમના 30 માણસો તેમજ સામ્રગી પણ યુદ્ધના ધોરણે સ્થળ ઉપર પહોંચતા કરી અને ભારે વરસાદના પ્રતિકુળ સંજોગો વચ્ચે પણ સતત દિવસ રાત કામગીરી કરવામાં આવી હતી. આ માટે અધિક્ષક ઈજનેર એન.જે રાઠોડ, કાર્યપાલક ઈજનેર એન.આર.ગરાસીયા અને તેમના કુલ 8 ઈજનેરો ભારે જોખમ વચ્ચે ફીલ્ડમાં રહીને કામગીરી કરી હતી અને તા. 16 જૂનના સાંજે 5 વાગ્યા સુધીમાં તમામ 66 કેવી સબસ્ટેશનોમાં વીજસપ્લાય યથાવત કર્યો હતો. આ અઠવાડીયા દરમિયાન ચાલુ રહેલા વરસાદ વચ્ચે પણ આ કામગીરી નિર્ધારિત સમયમાં પૂર્ણ કરવા વિજ કર્મચારીઓએ ભારે જહેમત લઇ આ બંને વિજ ટાવરોને યથાવત કર્યા હતા. મધ્ય ગુજરાત વીજ કંપની લી.ના કાર્યપાલક ઈજનેર સંજય વર્મા, નાયબ ઈજનેર મહેન્દ્રસિંહ નાયક, દાહોદ વિભાગીય કચેરીના ઈજનેર, દાહોદ રૂરલ અને દાહોદ શહેરના ઈજનેર, જીઆઇડીસીના સભ્યો સાથે પણ સતત સંકલનમાં રહી ઉદ્યોગપતિઓને કોઇ પણ પ્રકારની તકલીફ ન પડે એ રીતે દાહોદના જુદા જુદા વિસ્તારના ઉદ્યોગો માટે વૈકલ્પિક વ્યવસ્થા કરી હતી.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.