દાહોદ: જિલ્લામાં સોમવારે વધુ 12 કોરોનાના કેસ નોંધાતા જિલ્લા વહીવટી અને આરોગ્ય તંત્ર ચિંતા સાથે એક્શનમાં જોવા મળી રહ્યું છે. તંત્રની સઘન કામગીરીના પ્રતાપે જિલ્લામાં છેલ્લા બે દિવસથી કોરોનાના દર્દીનો ઘટાડો જોવા મળી રહ્યો છે. સોમવાર 12 દર્દીઓ કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવતા તંત્રએ આંશિક રાહતનો દમ લીધો છે. જિલ્લામાં કોરોના દર્દીઓનો કુલ આંકડો 762 પર પહોંચ્યો છે.
દાહોદ જિલ્લામાં કોરોના મહામારીએ વિકરાળ સ્વરૂપ ધારણ કરતા રોજિંદા મોટી સંખ્યામાં કોરોના પોઝિટિવ દર્દીઓ નોંધાઇ રહ્યા હતા. જિલ્લામાં અને દાહોદ શહેરમાં કોરોનાના વધી રહેલા દર્દીઓના કારણે જિલ્લા તંત્ર સતત ચિંતા સાથે એક્શનમાં રહીને સગન કામગીરી કરી રહ્યું છે.આ સઘન કામગીરીના પગલે દાહોદ જિલ્લામાં કોરોનાના દર્દીઓમાં આંશિક ઘટાડો જોવા મળી રહ્યો છે.
દાહોદ જિલ્લામાં સોમવારે 12 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા હતા. સોમવારે વધુ 12 કોરોના દર્દીઓના સમાવેશ સાથે કુલ આંકડો 762 પર પહોંચ્યો છે. જેમાં એક્ટીવ કેસ 228 જ્યારે અત્યાર સુધીનો કુલ મૃત્યુઆંક 50 ઉપર પહોંચી ગયો છે.