ETV Bharat / state

દાદરા નગર હવેલીમાં ઘરેણાં અને મોંઘી ઘડિયાળ ચોરનારા ચોરની ધરપકડ

સેલવાસ: દાદરા નગર હવેલીમાં 21મી મેંના એક બંગલાના માલિક સામાજિક પ્રસંગમાં બહારગામ ગયા હતાં. ત્યારે બંગલાના ચોકીદારને બંધક બનાવી કિંમતી ઘરેણાં અને મોંઘી ઘડિયાળ સાથે કારની ચોરીને અંજામ આપનાર ચોરની દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢથી ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ ચોરીની કિંમતી ચીજવસ્તુઓ પણ રિકવર કરી છે.

સ્પોટ ફોટો
author img

By

Published : Jun 27, 2019, 1:03 PM IST

સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 21મી મેંના રોજ ડાવરીપાડા, તરંગ બંગલાના માલિક ડૉ. સુરેશચંદ્ર શાંતિલાલ જૈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતાં ત્યારે, તેમના બંગલામાં અજાણ્યા ચોર ત્રાટકયા હતાં. ચોર ટોળકીએ તેમના ચોકીદાર છગન પટેલને બંધક બનાવી બંગલાના બેડરૂમમાં પ્રવેશી કબાટ તોડી 2.25 લાખ રૂપિયાના સોનાચાંદીના ઘરેણાં, 6 કિંમતી કાંડા ઘડિયાળ જેની અંદાજીત કિંમત 6.60 લાખ, 25 હજાર રોકડા રૂપિયા અને 5.50 લાખની એક સેલેરિયો કાર પણ ચોરી ગયા છે. આ લાખોની ફરિયાદને આધારે પોલીસે સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.

તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપીનું લોકેશન છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં મળ્યું હતું. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની એક ટીમે ચોરી કરનાર ચોરની 18 જૂને ધરપકડ કરી હતી. ત્યાંથી સેલવાસ લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. પોલીસે આપેલી વિગત મુજબ ચોરી કરનાર ચોર ઇસમનું નામ કુલદીપ કુમાર ચુનીલાલ વાલ્મિકી છે. જે મૂળ છત્તીસગઢના કોરબા જિલ્લાના ડારી ગામનો વતની છે. પોલીસે કુલદીપ પાસેથી ચોરી કરેલ 6 મોંઘી કાંડા ઘડિયાળ જેની કિંમત 6.60 લાખ, 6 ચાંદીની રિંગ, મારુતિ સેલેરિયો કાર, એક 500ની જૂની નોટ, 1 દીનાર, 2 અમેરિકી ડોલર, 5 દેહરામ, નેપાળની અને અન્ય દેશની ચલણી નોટ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તાપસ હાથ ધરી છે.

Intro:સેલવાસ :- દાદરા નગર હવેલીમાં 21મી મેં ના એક બંગલાના માલિક સામાજિક પ્રસંગમાં બહારગામ ગયા હતાં. ત્યારે, બંગલાના ચોકીદારને બંધક બનાવી કિંમતી ઘરેણાં અને મોંઘી ઘડિયાળો સાથે સેલેરિયો કારની ચોરીને અંજામ આપનાર ચોરની દાદરા નગર હવેલી ક્રાઈમ બ્રાન્ચની ટીમે છત્તીસગઢથી ધરપકડ કરી ચોરીનો ભેદ ઉકેલી નાખ્યો છે. તેમજ ચોરીની કિંમતી ચીજવસ્તુઓ પણ રિકવર કરી છે.

Body:સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 21મી મેંના રોજ ડાવરીપાડા, તરંગ બંગલાના માલિક ડૉ. સુરેશચંદ્ર શાંતિલાલ જૈને પોલીસ ફરિયાદ નોંધાવી હતી કે, તેઓ પોતાના સામાજિક પ્રસંગે બહારગામ ગયા હતાં ત્યારે, તેમના બંગલામાં અજાણ્યા ચોર ત્રાટકયા હતાં. ચોર ટોળકીએ તેમના ચોકીદાર છગન પટેલને બંધક બનાવી બંગલાના બેડરૂમમાં પ્રવેશી કબાટ તોડી 2.25 લાખ રૂપિયાના સોનાચાંદીના ઘરેણાં, 6 કિંમતી કાંડા ઘડિયાળ જેની અંદાજીત કિંમત 6.60 લાખ, 25 હજાર રોકડા રૂપિયા અને 5.50 લાખની એક સેલેરિયો કાર પણ ચોરી ગયા છે. આ લાખોની ફરિયાદને આધારે પોલીસે સમગ્ર તપાસ ક્રાઈમ બ્રાન્ચને સોંપી હતી.  

તપાસ દરમિયાન પોલીસને મળેલી માહિતી અનુસાર આરોપીનું લોકેશન છત્તીસગઢ રાજ્યના કોરબા જિલ્લામાં મળ્યું હતું. ત્યાર બાદ ક્રાઇમ બ્રાંચની એક ટીમે ચોરી કરનાર ચોરની 18 જૂને  ધરપકડ કરી હતી. ત્યાંથી સેલવાસ લાવી કોર્ટમાં રજૂ કરતા કોર્ટે એક દિવસના રિમાન્ડ મંજુર કર્યા છે. 

Conclusion:પોલીસે આપેલી વિગત મુજબ ચોરી કરનાર ચોર ઇસમનું નામ કુલદીપ કુમાર ચુનીલાલ વાલ્મિકી છે. જે મૂળ છત્તીસગઢના કોરબા જિલ્લાના ડારી ગામનો વાતની છે. પોલીસે કુલદીપ પાસેથી ચોરી કરેલ 6 મોંઘી કાંડા ઘડિયાળ જેની કિંમત 6.60 લાખ, 6 ચાંદીની રિંગ, મારુતિ સેલેરિયો કાર, એક 500ની જૂની નોટ, 1 દીનાર, 2 અમેરિકી ડોલર, 5 દેહરામ, નેપાળની અને અન્ય દેશની ચલણી નોટ સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તાપસ હાથ ધરી છે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.