સુરેન્દ્રનગર: જિલ્લામાં દિવાળી અને નવા વર્ષની હર્ષોલ્લાસ સાથે લોકો ઉજવણી કરી હતી. ત્યારે દૂધરેજ ખાતે રબારી સમાજની ગુરુ ગાદી વડવાળા મંદિરને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો. સુરેન્દ્રનગર શહેરમાં દિવાળી અને નૂતન વર્ષના તહેવારો ઉજવણી કરતા લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો.
વડવાળા મંદિર રબારી સમાજની આસ્થાનું કેન્દ્ર: જ્યારે મોડી રાત સુધી બજારોમાં દુકાનોને રોશનીથી શણગારવામાં આવી હતી. જેમાં અલગ અલગ ધાર્મિક સ્થળોને પણ શણગારવામાં આવ્યા હતા. ત્યારે સુરેન્દ્રનગરના દૂધરેજ ગામમાં સમસ્ત રબારી સમાજની ગુરુગાદી વડવાળા મંદિર આવેલી છે. જે સમગ્ર દેશ અને વિદેશમાં વસતા રબારી સમાજ માટે ખૂબ જ આસ્થાનું કેન્દ્ર છે.
મંદિરને લાઇટોથી શણગારવામાં આવ્યું: સમગ્ર રાજ્ય સહિત રાજસ્થાનથી પણ રબારી સમાજના લોકો દર્શન કરવા આવે છે. ત્યારે દિવાળીના પાવન પર્વની શરૂઆત થતા જ વડવાળા મંદિરે વડવાળા દેવની વિશેષ શણગાર કરવામાં આવ્યો હતો. જેમાં મંદિરને વિવિધ પ્રકારની રંગબેરંગી લાઈટોથી ભવ્ય શણગાર કરવામાં આવ્યો હતો. જેથી આ મંદિર રાત્રિના અંધકાર વચ્ચે વિવિધ રોશનીના પ્રકાશથી ઝળહળી ઉઠી હતી.
કોઠારી સ્વામીએ નવા વર્ષની શુભેચ્છા આપી: દિવાળી અને નવા વર્ષ દરમિયાન મોટી સંખ્યામાં રબારી સમાજ આ વડવાળા દેવના મંદિરે દર્શનાર્થે આવે છે અને દિવાળીના પર્વે 151 દીવડાની આરતી સહિતના કાર્યક્રમો યોજ્યા હતા. જેમાં મોટી સંખ્યામાં ભક્તોએ દર્શન કરી ધન્યતા અનુભવી હતી. ત્યારે આ અંગે વડવાળા મંદિરના કોઠારી સ્વામી મુકુંદ બાપુએ નવા વર્ષની તમામ લોકોને શુભેચ્છાઓ પાઠવી હતી.
આ પણ વાંચો: