ભાવનગર: ભાવનગર LCB પોલીસે હીરાની ખરીદી કરી બાદમાં પૈસા આપ્યા વગર છુમંતર થઈ ગયેલા શખ્સને ઝડપી લીધો હતો. ભાવનગર LCB પોલીસ પેટ્રોલિંગ પર હતી. ત્યારે તેમને મળેલી બાતમીના આધારે શહેરની વળીયા કોલેજથી લઈને એમ. જે કોમર્સ કોલેજના રસ્તા ઉપર લાખોના હિરાની છેતરપિંડી કરનારો શખ્સ ઝડપાયો હતો. શખ્સની તપાસ કરતા તેની પાસેથી હીરાના પડીકા મળી આવતા છેતરપિંડીનો ખુલાસો થયો હતો. ત્યારે LCB પોલીસે આરોપીને ઝડપીને નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે સોંપ્યો હતો.
LCB એ આરોપીને ઝડપી લીધો: ભાવનગરની LCB પોલીસ પેટ્રોલિંગમાં હતી. ત્યારે મળેલી બાતમીના પગલે વળીયા કોલેજથી લઈને એમ. જે. કોમર્સ કોલેજના રોડ ઉપર વિશાલા પાર્ક પાસે જવાના માર્ગે ઊભેલા શખ્સ રમેશ ઉર્ફે આર. વી. પટેલ ઉર્ફે વલ્લભભાઈ વૈષ્ણવ પટેલને ઝડપી લીધો હતો. LCB પોલીસે તેની ઊંડાણપૂર્વક તપાસ કરતા હીરાના કેરેટને પગલે થયેલી છેતરપિંડીનો મામલો ઉજાગર થયો હતો. જેથી LCB પોલીસે ધોરણસર કાર્યવાહી હાથ ધરી હતી.
![હીરા વેચાણ અર્થે લઈ છેતરપિંડી કરનારા આરોપીને LCB એ ઝડપી લીધો હતો.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/rgjbvn01chhetarpindichirag7208680_10022025212901_1002f_1739203141_937.jpg)
પોલીસે આરોપી પાસેથી હીરા જપ્ત કર્યા: ભાવનગર LCB પોલીસે પકડાયેલો આરોપી 48 વર્ષીય રમેશભાઈ ઉર્ફે આર. વી. પટેલ ઉર્ફે વલ્લભભાઈ વૈષ્ણવ પટેલ અને જે પોતે હીરાનું કારખાનું ધરાવતો હોય અને મૂળ સૂર્યપરા જામનગરના રહેવાસી છે. તેની પાસેથી સીવીડી હીરા અને રિજેક્શન સહિતના હીરા, તૈયાર હીરા, અધૂરા હીરા જેનું વજન 446.94 કિંમત રુ. 55.55.757 મળી આવ્યા હતા. તેમજ આરોપી પાસેથી 2.20.000 રોકડા મળી આવ્યા હતા. આરોપી પાસેથી 1 મોબાઈલ અને સફેદ રીડ્ઝ કાર મળીને કુલ 58.85.757નો મુદ્દામાલ કબ્જે કરીને નીલમબાગ પોલીસને સોંપ્યો હતો
![હીરા વેચાણ અર્થે લઈ છેતરપિંડી કરનારા આરોપીને LCB એ ઝડપી લીધો હતો.](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/11-02-2025/rgjbvn01chhetarpindichirag7208680_10022025212901_1002f_1739203141_14.jpg)
હીરાના વેપારીઓ સાથે છેત્તરપિંડી કરી: ભાવનગર LCB પોલીસે રમેશ ઉર્ફે આર. વી. પટેલ ઉર્ફે વલ્લભભાઈ પટેલની પૂછતાછ કરતા ભેદ ખુલ્યો હતો. આરોપીએ કબૂલાત કરી કે, 27 જાન્યુઆરી 2025ના રોજ હીરાના વેપારી લલિત વઘાસીયાના ભાગીદાર હિતેશભાઈ પાસેથી 102 કેરેટ હીરા લઈને વેચાણ કરી દીધા હતા. જ્યારે 4 ફેબ્રુઆરી 2025 ના રોજ હીરાના વેપારી શૈલેષભાઈ ભગવાનભાઈ ડોંડા પાસેથી રાજકોટની હીરાની પાર્ટીને હીરા બતાવવાના છે, કહીને 36.95 કેરેટ હીરા, જ્યારે ભીખાભાઈ મોણપરા પાસેથી 45.85 કેરેટ અને લલિત વઘાસીયાના ભાગીદાર હિતેશભાઈ પાસેથી દિલ્હી હીરા વેચવા જવાનું છે તેમ કહીને 181 કેરેટ તૈયાર હીરા, 25 કેરેટ તૈયાર હીરા, 15.63 તૈયાર હીરા લઈ થોડા દિવસો પછી ભાવનગર આવીને તમામ વેપારીઓને 50 ટકા હીરાનું ચૂકવવાનું કહીને નાસી છૂટ્યો હતો.
આ પણ વાંચો: