ETV Bharat / state

અંબાજીમાં 51મો શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરૂ, CM ભુપેન્દ્ર પટેલ રહ્યા ખાસ ઉપસ્થિત - 51 SHAKTIPEETH PARIKRAMA MOHOTSAV

ગુજરાતમાં તીર્થ સ્થાન અંબાજીમાં સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના 3 દિવસીય કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે.

મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરુ
મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ શરુ ((Photo/X@Bhupendrapbjp) (ANI))
author img

By ETV Bharat Gujarati Team

Published : Feb 11, 2025, 8:13 AM IST

ગાંધીનગર: ગુજરાતમાં તીર્થ સ્થાન અંબાજીમાં સોમવારના રોજ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલની ઉપસ્થિતિમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ 2025ના 3 દિવસીય કાર્યક્રમની શરુઆત કરવામાં આવી છે. ગુજરાત મુખ્યમંત્રી કાર્યાલય દ્વારા જણાવવામાં આવ્યું છે કે, CMએ માં અંબાની પૂજા અર્ચના કર્યા પછી ભવ્ય ધાર્મિક કાર્યક્રમની શરુઆત કરતા પાલકી યાત્રા અને ઘંટી યાત્રાને શરુ કરાવી હતી.

CM પટેલે માં અંબાની પૂજા કરી: મુખ્યમંત્રીએ માં અંબાની પૂજા અર્ચના કરી અને ગુજરાતમાં સમૃદ્ધિ રહે, તેવા આશીર્વાદ પણ માંગ્યા હતા અને ભટ્ટજી મહારાજના આશિર્વાદ પણ પ્રાપ્ત કર્યા હતા. મુખ્યમંત્રીએ શક્તિપીઠ પરિસરની અંદર મંદિરમાં અનુષ્ઠાન સંપન્ન કર્યું હતું અને પૂજા અર્ચના કરી હતી. ત્રિ-દિવસીય આયોજન પવિત્ર તીર્થ સ્થળ અને આદ્યશક્તિપીઠ અંબાજીમાં આયોજિત કરવામાં આવ્યુ છે. જેનું આયોજન ગુજરાત સરકાર, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ અને શ્રી આરાસુર અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા સંયુક્ત રુપથી કરવામાં આવ્યું છે. CM પટેલે અંબાજીમાં નવનિર્મિત સંસ્કૃત મહાવિદ્યાલય હોલનું ઉદ્ધાટન કર્યું હતું. જેને અંદાજિત 12 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યું છે.

    ]

CM એ સંસ્કૃત કોલેજની મુલાકાત કરી: CM ભૂપેન્દ્ર પટેલે સંસ્કૃત કોલેજની મુલાકાત કરી હતી અને વિદ્યાર્થીઓએ વૈદિર મંત્રોનું પઠન પણ કર્યું હતું. અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ આ સંસ્થાનના નિર્માણ માટે નાણાપૂર્તિ કરી હતી, જેમાં આધુનિક સુવિધા અને એક વિદ્યાર્થી આવાસ પણ શામેલ છે. આ છાત્ર આવાસમાં 150 વિદ્યાર્થીઓ રહી શકે છે. નવી બનેલી બિલ્ડીંગમાં એક પાર્કિંગ એરિયા, એક મોટો હોલ, 10 વર્ગો અને 49 વિદ્યાર્થીઓ માટે રુમ, એક પુસ્તકાલય, એક પ્રાર્થના હોલ, એક ભોજનાલય, એક કોંપ્યૂટર લેબ અને એક સમર્પિત યજ્ઞ શાળા પણ શામેલ છે. શ્રી આરાસુરી અંબાજી દેવસ્થાન ટ્રસ્ટ દ્વારા 1962થી સંચાલિત સંસ્કૃત કોલેજમાં કર્મકાંડ, જ્યોતિષ, વેદ, પુરાણ, ધર્મશાસ્ત્ર, અને ઉપનિષદોનો અભ્યાસ પ્રદાન કરવામાં આવે છે. કોલેજના પુસ્તકાલયમાં સંસ્કૃત સાહિત્યના 5.107 પુસ્તકો આવેલા છે. સંબોઘિત કરતા CM પટેલે કહ્યું કે, પ્રયાગરાજમાં મહાકુંભ ચાલી રહ્યો છે. ત્યાં પરિક્રમાં મહોત્સવ દરમિયાન લાખો શ્રદ્ધાળુઓ માં અંબાની ભક્તિમાં લીન થઈ રહ્યા છે. તેઓએ જણાવ્યું કે, જગદંબાના ઉપાસક પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી અને તેમના માર્ગદર્શનમાં આ ભવ્ય ધાર્મિક મહોત્સવ આસ્થા અને આકર્ષણનું વિશ્વ કેન્દ્ર બનીને ઉભર્યું છે.અંબાજી ધામ વિવિધ સ્થાનોમાં ફેલાયેલા 51 શક્તિપીઠોનું ઘર છે.

CM પટેલે શું કહ્યું?: ગુજરાતના CM ભૂપેન્દ્ર પટેલે જણાવ્યું કે, " પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભક્તો માટે એક એવા રસ્તાની કલ્પના કરી હતી. જેથી 1 જ સ્થાન પર બધા જ પવિત્ર સ્થાનોની દિવ્ય ઉપસ્થિતિનો અનુભવ થઈ શકે, આ કલ્પના હવે હકીકત બની ગઈ છે. જેનાથી ભક્તો જે પોતાના જીવનમાં દેશના બધા 51 શક્તિપીઠોના દર્શન નથી કરી શકતા, તેઓ એક ભારત, શ્રેષ્ઠ ભારતની ભાવના સાથે અંબાજીમાં સ્થાપિત પ્રતિકૃતિઓના આશિર્વાદ પ્રાપ્ત કરીને પોતાની આસ્થાને પૂરી કરી શકે છે."

CM પટેલે અંબાજીમાં ડી કે ભવનની મુલાકાત લીધી: CMએ પ્રધાનમંત્રી મોદી દ્વારા શરુ કરવામાં આવેલી અંબાજી તારંગા યોજનાનો ઉલ્લેખ કરતા અંબાજીમાં સંપર્કમાં સુધાર કરવાનો ઉલ્લેખ કર્યો હતો. તે સિવાય અંબાજી વિકાસ યોજના અને 1.200 કરોડના ખર્ચે 2 ચરણમાં અંબાજી કોરિડોરના વિકાસના ઉદ્દેશ્ય સાથે તીર્થયાત્રીઓને માટે ઉત્તમ સુવિધા પ્રદાન કરવી અને પ્રવાસનમાં વધારો કરવાનો છે. CM પટેલે અંબાજીમાં ડી કે ભવનમાં દિવ્યાંગ લાભાર્થીઓને વિવિધ સહાયતા લાભ વિતરિત કર્યા હતા. જેમાં મોટરાઈઝ્ડ ટ્રાઈસિકલ, વ્હિલ ચેર, સ્માર્ટફોન, ધ્વનિયંત્ર. દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ ચેક પણ શામેલ છે અને ST બસોમાં મફત મુસાફરી યોજના હેઠળ ઓળખાણ પત્ર, સંત સૂરદાસ યોજનાની મંજૂરીનો આદેશ, માનસિક દિવ્યાંગો માટે સહાય યોજના અને વિકલાંગ પ્રમાણ પત્રનું પણ વિતરણ કર્યું હતું. મુખ્યમંત્રીએ આ વાત પર જોર આપ્યું કે, PM મોદીએ નક્કી કર્યું છે કે, સરકારી કલ્યાણ યોજનાનો બધા લાભાર્થીઓ સુધી લાભ પહોંચે.

દિવ્યાંગજનોના વિકાસ માટે PMના પ્રયાસો: CM પટેલે જણાવ્યું કે, સરકાર આ યોજનાનો 100 ટકા અમલીકરણ કરવા માટે પ્રતિબદ્ધ છે. જેથી કોઈ પાત્ર વ્યક્તિ તેના લાભથી વંચિત ન રહે, સૌનો સાથ સૌના વિકાસ સાથેના લક્ષ્ય સાથે પ્રધાનમંત્રી પ્રત્યેક જરુરિયાતમંદ વ્યક્તિને શામેલ કરવા માટે પ્રાથમિકતા આપી છે. દિવ્યાંગોને વધુ આત્મનિર્ભર બનાવવા માટે કેન્દ્ર અને રાજ્ય સરકારોએ વિવિધ પગલા લીધા છે. જેમાં વિશિષ્ટ વિકલાંગ ઓળખાણપત્ર, આરોગ્ય તપાસ અને રાજ્ય પરિવહન (ST) બસોમાં મફત મુસાફરી પાસ પણ શામેલ છે. જે ઉપરાંત પ્રધાનમંત્રી મોદીએ દિવ્યાંગ નાગરિકોમાં સમ્માન અને સ્વાભિમાન પૈદા થાય તે માટે " વિકલાંગ" અને "અપંગ" જેવા શબ્દોને "દિવ્યાંગજન"માં બદલી દીધા છે. આ સિવાય દિવ્યાંગજનોને આત્મનિર્ભર બનાવવા માટે દિવ્યાંગ કોશલ્યા રોજગાર સેવા સેતુ જેવા કાર્યક્રમો લાગૂ કર્યા છે. સરકાર તેમની નાણાકીય સ્વતંત્રતાના સમર્થન માટે 50.000થી લઈને 50 લાખ સુધીની સહાય પ્રદાન કરે છે. તેમણે જણાવ્યું કે, બનાસકાંઠામાં 618થી વધુ દિવ્યાંગોને 6 કરોડથી વધુંની સહાળ મળી છે. જેનાથી તેઓને આત્મનિર્ભર બનવામાં મદદ મળી છે. તેમને જિલ્લા તંત્રે આ પ્રયાસો માટે શુભેચ્છાઓ આપી અને બીજા જિલ્લાઓમાં આ ઉદાહરણનું અનુસરણ કરવા માટે પ્રોત્સાહિત કર્યા. બનાસકાંઠા જિલ્લા વહીવટીતંત્રે આ પ્રસંગ પર લાભ પ્રદાન કરવા માટે વિશેષ દિવ્યાંગ સેવા સેતુ કાર્યક્રમનું આયોજન કરી રહી છે.

આ પણ વાંચો:

  1. PM મોદી વિદ્યાર્થીઓ સાથે કરશે "પરીક્ષા પે ચર્ચા", અમદાવાદથી CM પટેલ લાઈવ પ્રસારણ નિહાળશે
  2. મણિપુરના મુખ્યમંત્રી એન. બીરેન સિંહનું રાજીનામું, વિધાનસભા સત્રના 1 દિવસ પહેલા CM પદ છોડ્યું

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.