છોટાઉદેપુર: દિવાળી પછી બેસતું વર્ષ આવતું હોય છે. આ દિવસે વડીલો પોતાના સંતાનો અને તેમને મળવા આવતા સ્નેહીજનોને આશિર્વાદ આપતા હોય છે અને ત્યારે છોટાઉદેપુરના પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા વર્ષ 1972માં નવા વર્ષનાં દિવસે 5 રૂપિયાનો શુકનનો સિક્કો આપવાની પરંપરા શરૂ કરી હતી. જે પરંપરા આજે પણ એમના પુત્ર ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા નિભાવી રહ્યા છે.
શુકનનો સિક્કો આપવાની પરંપરા: નવા વર્ષે સ્નેહીજનો, નાના બાળકો સહિત વડીલો પણ શુભેચ્છા આશીર્વાદ મેળવવા માટે પાવીજેતપુર તાલુકાના ઉમરવા ગામે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાના ઘરે આવે એને પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા શુકન પેટે 5 રુપિયાનો સિક્કો આપતા હતા. આજે આ એક પરંપરા બની ગઇ છે. જે મોહનસિંહ રાઠવાએ વર્ષ 1972માં આની શરુઆત કરી હતી.
પૂર્વ ધારાસભ્ય શુકનનો સિક્કો લોકોને આપે છે: એ સમયે એમને એક વિચાર આવ્યો કે, આટલા મોટા વિસ્તારમાં લોકોને તેઓ એકલા મળી શકે તેમ નથી. ત્યારે તેમના ઘરે જ બધા લોકો આવે અને તેઓ શુકનનો રુપિયો તેમને આપે તેવો વિચાર તેમને આવ્યો હતો. તે સમયે પૂર્વ ધારાસભ્યને મળવા જે લોકો આવતા હતા. તેમણે મળવા આવનારા લોકોને 5 રુપિયા શુકન સ્વરુપે આપવાનું નક્કી કર્યું, આજે એ જ પરંપરાનું સ્વરુપ લઇ લીધું છે. જે તે સમયે તેઓ 5 રુપિયાનો સિક્કો આપતા હતા. હવે 10 રુપિયાનો સિક્કો આપે છે. આજે આ પરંપરા પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાની તબિયત ખરાબ હોવાથી પુત્ર ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા નિભાવી રહ્યા છે.
કેમ સિક્કો શુકન પેટે આપવામાં છે: ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવાએ જણાવ્યું કે, દિવાળીનું મહત્વ અને ધનની પૂજા કરવી એ આપણી પરંપરા અને આપણી સંસ્કૃતિ છે. તેની જાણકારી લોકોનેે મળે. ધનનું લોકો સમ્માન કરે તે આશયથી પિતાએ આ પ્રેરણા પૂરી પાડી હતી. જે આ પરંપરા વર્ષોથી ધારાસભ્ય રાજેન્દ્ર રાઠવા નિભાવી રહ્યા છે. બેસતા વર્ષના દિવસે પૂર્વ ધારાસભ્ય મોહનસિંહને મળવા લોકો દૂર દૂરથી આવતા હોય છે. જે લોકો મળવા આવે એમને રુ. 10 નો શુકનનો સિક્કો મળે જ છે. લોકો મોહનસિંહને મળવાનો એક મોકો પણ ચૂકતા નથી. આ સિક્કાને શુકનનો સિક્કો ગણી લોકો આને પૂજા સ્થાને મૂકતા હોય છે
નેતાઓએ મોહનસિંહને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા: આ અવસરને લોકો પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવાને મળવાનો એક અનેરો મોકો ગણાવી રહ્યા છે. તેમને મળવા દૂર દૂરથી લોકો મળવા માટે આવે છે અને શુકનનો સિક્કો મેળવીને ધન્યતાની લાગણી અનુભવે છે. પૂર્વ ધારાસભ્ય મોહનસિંહ રાઠવા અગાઉ કોંગ્રેસમાં હતાં અને આજે તેમના 3 પુત્રો ભારતીય જનતા પાર્ટીમાં છે, ત્યારે કોંગ્રસનાં જિલ્લા પ્રમુખ ધીરેન ત્રિવેદી, કાર્યકરી જિલ્લા કોંગ્રસ પ્રમુખ જગાભાઈ રાઠવા, તાલુકા કોંગ્રેસ પ્રમુખ કાજર રાઠવા અને કાંતિ રોહિત સહિતનાં નેતાઓ પૂર્વ ધારાસભ્યની ખબર અંતર પૂછીને નવા વર્ષના અભિનંદન પાઠવ્યા હતા.
મોહનસિંહ રાઠવા છે રાજકીય ગુરુ: કોંગ્રસનાં તાલુકા પ્રમુખ કાજર રાઠવાએ Etv Bhart સાથે વાત કરતાં જણાવ્યું હતું કે, રાજકીય પક્ષ એની જગ્યાએ છે, અમારા રાજકીય સંબંધો સાથે સામાજિક સંબધો આજે પણ યથાવત રહ્યા છે, મોહનસિંહ રાઠવા અમારા રાજકીય ગુરુ છે, આજે અમે નવા વર્ષના અભિનંદન પાઠવા અમારા બધા જ નેતા મોહનસિંહ રાઠવાને મળવા આવ્યા છીએ.
આ પણ વાંચો: