ETV Bharat / state

છઠ પૂજાને લઈને પશ્ચિમ રેલવે 3 નવેમ્બરે અમદાવાદ-પટના વચ્ચે સ્પેશ્યલ ટ્રેન દોડાવશે, જાણો બુકિંગ અને ટ્રેનનો સમય - CHHATH PUJA SPECIAL TRAIN

મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 03 નવેમ્બર 2024 ના રોજ સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે.

દિવાળી અને છઠ પૂજાને લઈને વિશેષ ટ્રેન
દિવાળી અને છઠ પૂજાને લઈને વિશેષ ટ્રેન (Etv Bharat Gujarat)
author img

By ETV Bharat Gujarati Team

Published : Nov 2, 2024, 7:06 PM IST

અમદાવાદ: પશ્ચિમ રેલ્વેએ છઠ પૂજાના તહેવારને ધ્યાનમાં રાખીને, મુસાફરોની માંગ અને સુવિધાને ધ્યાનમાં રાખીને 03 નવેમ્બર 2024 ના રોજ સાબરમતી અને પટના વચ્ચે વિશેષ ભાડા પર સ્પેશ્યલ ટ્રેન ચલાવવાનો નિર્ણય લીધો છે. ટ્રેન નંબર 09463/09464 સાબરમતી-પટના-સાબરમતી સ્પેશિયલની કુલ 2 ટ્રીપ રહેશે.

ટ્રેન નંબર 09463 સાબરમતી-પટના સ્પેશિયલ સાબરમતીથી 03 નવેમ્બર 2024 (રવિવાર)ના રોજ સાંજે 6 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 10.00 વાગ્યે પટના પહોંચશે. તેવી જ રીતે, ટ્રેન નંબર 09464 પટના-સાબરમતી સ્પેશિયલ પટનાથી 05 નવેમ્બર 2024 (મંગળવાર)ના રોજ બપોરે 1 વાગ્યે ઉપડશે અને ત્રીજા દિવસે સવારે 05.30 વાગ્યે સાબરમતી પહોંચશે.

રૂટ પર બંને દિશામાં આ ટ્રેન મહેસાણા, પાલનપુર, આબુ રોડ, અજમેર, જયપુર, ગાંધીનગર-જયપુર, બાંદીકુઇ, ભરતપુર, અછનેરા, આગ્રા ફોર્ટ, ટુંડલા, કાનપુર સેન્ટ્રલ, લખનૌ, અયોધ્યા, અકબરપુર, જૌનપુર સિટી, વારાણસી, પંડિત દીનદયાલ ઉપાધ્યાય, બક્સર, આરા અને દાનાપુર સ્ટેશનો પર રોકાશે. આ ટ્રેનમાં સેકન્ડ એસી, થર્ડ એસી, સ્લીપર ક્લાસ અને જનરલ ક્લાસના કોચ હશે.

ટ્રેન નંબર 09463 નું બુકિંગ 02 નવેમ્બર, 2024 ના રોજ સાંજે 6 વાગ્યાથી પેસેન્જર રિઝર્વેશન સેન્ટર્સ અને IRCTC વેબસાઇટ પર શરૂ થઈ ગયું. ટ્રેનના ઓપરેટિંગ સમય, સ્ટોપ અને સ્ટ્રક્ચર સંબંધિત વિગતવાર માહિતી માટે, મુસાફરો www.enquiry.indianrail.gov.in ની મુલાકાત લઈ શકે છે.

આ પણ વાંચો:

  1. પ્રભાસ તીર્થમાં વિક્રમ સંવતના નવા વર્ષે સોમનાથ મહાદેવના દર્શન, ભક્તોનું ઘોડાપૂર ઉમટ્યું
  2. સ્વામિનારાયણ ભગવાનને નવા વર્ષે અન્નકૂટ ધરાવાયો, કેન્દ્રીય મંત્રી નિમુબેન બાંભણિયા ઉપસ્થિત રહ્યા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.