દાહોદ: આદીવાસી બાહુલ્ય ધરાવતા દાહોદ જિલ્લામાં દીપાવલીની સવારે ઉજવવામાં આવતા નવા વર્ષનુ અનેરૂ મહત્વ છે નૂતન વર્ષાભિનંદનના રોજ આદીવાસીપ્રજા અનોખી રીતે ગૌરજ માથે ચઢાવીને પોતાને ધન્ય અનુભવતા હોય છે. એટલે કે પારંપરીરક રીતે ગાય ગૌહરી પડીને ધન્યતા અનુભવતા હોય છે. દાહોદ જિલ્લામાં દીવાળીના તહેવારના આગમન સાથે ગાય ગૌહરીના તહેવારની પણ તૈયારી શરૂ થઈ જાય છે.
પ્રકાશના પર્વ દીવાળીના બીજા દીવસે આદીવાસી પ્રજા ગૌધનને નવડાવીને તેની પૂજા વિધી કર્યા બાદ રંગ રોગાન કરે છે અને ત્યાર બાદ તેને છોડવામા આવે છે, જ્યારે ગરબાડા,ઝાલોદ,લીમડી, ગાગંરડી સહીત અને વિસ્તારમાં ગાયની પુજા વિધી કર્યા બાદ ગૌવંશ નીચે ગૌહરી પડવામાં આવે છે. ગૌધનને મોરપીંછ અને રંગકામથી સજાવ્યા બાદ ગોવાળો દ્વારા નગરમાં લઈ જવામાં આવે છે. જ્યાં વર્ષોથી કરવામાં આવતી પરંપરાગત રીતે ગાયોની પૂજા કરવામાં આવે છે. જેને નિહાળવામાટે આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકો પણ ઉમટી પડે હોય છે.
ફટાકડાના ધમાકા વચ્ચે ગાયોના ટાળા નીચે લોકો આડા પડી જતા હોય છે. રસ્તા વચ્ચે ઉંઘેલા લોકો પરથી ગાયોનુ ગૌવંશ તેમની ઉપરથી પસાર થઈ જતું હોય છે. લોકોની કીકીયારી વચ્ચે ગૌમાતા પર અતુટ વિશ્વાસ હોવાથી ગૌહરી પડનાર વ્યક્તીને કોઈ પણ પ્રકારની ઈજાઓ થતી નથી, પરંતુ ગૌહરી પડનાર વ્યક્તિઓ ગૌવંશોનુ ટોળુ તેમની ઉપરથી પસાર થયા બાદ પોતાને ધન્યતા અનુભવતા હોય છે.
ગરબાડા તાલુકામાં દાહોદ જીલ્લામાં ગાયગૌહરી સૌથી મોટો ઉત્સવ ઉજવાય છે. માં ચામુંડા માતાજી મંદીર આંગણ માં આ ઉત્સવ ઉજવાય છે અને ભગવાન શ્રી કૃષ્ણના જન્મના સમયથી અહીના તાલુકાના દીવાસી ભાઈઓ ગાયગૌહરી પાડે છે.અને વર્ષ દરમિયાન પશુધન પાસેથી કોઈપણ મતનું કામ લેવામાં આવતુ નથી અને પશુધનને નવડાવી ધોવડાવી મહેંદી લગાડી, કલર કરી, ઘુઘરા મોરપીંછ, મોરીંગા,વગેરેથી તેમને શણગારવામાં આવે છે. અને નવા વર્ષથી દહાડે ગૌધનની પૂજા કરી દંડવત પ્રણામ કરીને માફીના ભાનરૂપે ગાયગોરી પાડવામાં આવે છે. અનેક લોકો અનેકવાર ગાયગૌહરી પડેછે.
દાહોદ જિલ્લાના આદીવાસીઓમાં ઉજવવામાં આવતા સૌથી મોટા ગાય ગૌહરીના પર્વ અનેરૂ મહત્વ પણ છે. જિલ્લામાં ધરતી પુત્રો દ્વારા વર્ષ દરમિયાન ગૌંવશ પાસેથી ખેતી સહીતના વિવિધ કામો કરાવામાં આવે છે વર્ષ દરમિયાન ગૌવંશ સાથે બોલવા કે શ્રમકામ દરમિયાન થયેલી ભુલોની માફી માંગવાનું પર્વ પણ માંનવામાં આવે છે નવા વર્ષ એટલે કે ગાય ગૌહરીના દીવસે પશુધન પાસેથી કોઈ પણ પ્રકારનું આદીવાસીઓ દ્વારા કામકાજ કરાવામાં આવતુ નથી. નવાવર્ષના દીવસે આદીવાસી ભાઈ બહેનો માટે માન્યતા એવી હોય છે કે આખા વર્ષમાં પશુ ધન પાસેથી કામ જે કંઈ પણ કામ લીધુ હોય તેની ક્ષમાયાચના રૂપે તેના ચરણોમાં પડીને માફી માગતા હોય છે. એમ આ ગાય ગૌહરીનું આગવુ મહત્વ હોય છે.