અકસ્માતને પગલે તેમને બોડેલી હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. જે બાદ પુનિયાભાઇના પરિવારજનોએ ટ્રક ચાલક સામે પોલીસ ફરિયાદ નોંધાવી હતી.
બાઇકને ટક્કર મારતા બાઇક સવારને ઇજાઓ પહોંચી હતી અને જેને લઇને પરિજનોએ પોલીસ ફરીયાદ નોંધીવી હતી. આ સમગ્ર પોલીસ દ્વારા કાર્યાવહીમાં મોડું થતા ઝોઝ ગામના લોકોમાં રોષ ફાટી નિકળ્યો હતો. જેથી તેમણે ઝોઝ ગામમાં આવતા તમામ રેતીના ટ્રકને રોકવાનું શરૂ કર્યું હતું. ઉલ્લેખનીય છે કે છોટાઉદેપુરની ઓરસંગ નદીની રેતીનું બેફામ ખનન થઈ રહ્યું છે. ટ્રકોમાં ઓવરલોડ રેતી ભરીને ગાડીઓ રોડ ઉપર ચલાવે છે. જેથી અનેક રોડ અકસ્માત સર્જાતા હોય છે.