છોટા ઉદેપુરઃ જિલ્લાના સંખેડા બહદરપુરની આશાવર્કર બહેન કોરોના સંક્રમિત થઈ હતી. જેને બોડેલીની કોવિડ-19 હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી હતી. સરકારની નવી ગાઈડલાઈન મુજબ 10 દિવસ આઈસોલેશનમાં રહ્યા બાદ લક્ષણો ના જણાતા રિપોર્ટ વિના રજા આપવામાં આવે હતી. તે વખતે જિલ્લા કલેકટર સુજલ મયાત્રા અને જિલ્લા વિકાસઅધિકારી મયુર પટેલ હાજર રહ્યા હતા અને અને પુસ્પગુપ્ત આપી અભિનંદન પાઠવ્યા હતા. તેમજ સ્ટાફ દ્વારા તાળીઓ પાડી વિદાય આપી હતી. જિલ્લામાં હવે 24 કેસમાંથી 23 વ્યક્તિ સાજા થયા છે. તેમ કલેકટરે જણાવ્યું હતું. એક સારવાર હેઠળ છે.
ગઈ કાલે સાંજે 7 નવા કેસ નોંધતા આરોગ્ય તંત્ર ફરીથી દોડતું થઈ ગયું હતું. હાલ જિલ્લામાં સંખ્યા 31 થઈ ગઈ છે. છોટા ઉદેપુર તાલુકાના કાકારકુંડના 5 અને ધામોડી ગામના 2 લોકો કોરોના સંક્રમિત થયા છે. આ તમામ લોકો મજૂરી અર્થે બહારગામ ગયા હતા ત્યાંથી સંક્રમિત થઈને આવ્યા હોય તેવી શંકા છે. હાલ જિલ્લામાં 8 વ્યકતિઓ સારવાર હેઠળ છે. અને લોકો 23 સાજા થઈ ગયા છે. અત્યારે જિલ્લામાં 5,628 લોકો હોમ કોરોન્ટાઇન છે. જયારે મજૂરીએથી આવેલ 60,126 લોકો છે.