બોટાદઃ બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની 67મી વર્ષગાંઠની સરકારના આદેશ અનુસાર લોકડાઉનને લઈને સાદગી પૂર્ણ રીતે ઉજવવામાં આવી હતી. આ ઉજવણી નિમિત્તે જરૂરિયાતમંદ લોકોને 67 વસ્તુઓની કીટ વિતરણ કરવામાં આવી હતી.
બોટાદ મધ્યે દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની દર વર્ષે ઉજવણી ધામધૂમપૂર્વક કરવામાં આવે છે. પરંતુ હાલમાં કોરોના વાઈરસની મહામારીને લઈને સરકારના આદેશ અનુસાર લોકડાઉનની સ્થિતિ હોવાથી ઉજવણી સાદગીપૂર્ણ રીતે કરવામાં આવી હતી.
બોટાદ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરની સ્થાપના 1953માં પૂજ્ય ગુરુદેવ કાનજી સ્વામીના હસ્તે બોટાદ મધ્યે કરવામાં આવી હતી. આ દિગંબર જૈન સ્વાધ્યાય મંદિરને 66 વર્ષ પૂર્ણ થતાં 67માં વર્ષમાં મંગળ પ્રવેશ થતા સાદગીપૂર્ણ ઉજવણીના ભાગરૂપે 67 વસ્તુઓની કીટનું વિતરણ જરૂરિયાત મંદ લોકોને કરવામાં આવ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, દિગંબર જૈન સ્વાધ્યાય મંદિર બોટાદ દ્વારા ગરીબ અને મજૂર વર્ગના તથા જરૂરિયાતમંદ લોકોને આશરે 400 વ્યક્તિઓને ભોજન પૂરું પાડવામાં આવે છે.