હાલમાં બોટાદ તાલુકાના પીપળીયા ગામે રોડનું કામ ચાલુ છે. રોડના કામમાં ધૂળ, માટી તથા પથ્થરોનો જ ઉપયોગ કરવામાં આવે છે. ગામના નાગરિકોએ અવારનવાર અધિકારીઓને રજૂઆત કરવા છતાં કોઇ અધિકારી સ્થળની તપાસ કરવા પણ જેહમત ઉઠાવતા નથી. નાણાંનો મોટા પાયે દુરુપયોગ થઈ રહ્યો છે . રોડના કામમાં આજુબાજુમાં આવેલ લીમડાના ઝાડ પણ ગેરકાયદેસર રીતે કાપીને પ્રકૃતિને પણ નુકસાન પહોંચાડે છે.
એક તરફ સરકાર દ્વારા પર્યાવરણ બચાવવાના કાર્યક્રમો કરવામા આવે છે, ત્યારે અહીં બેફામ વૃક્ષો કપાઈ રહ્યા છે. મુખ્યપ્રધાન પાસે વિનંતી કરી રહ્યા છે કે આવા અધિકારીઓ તથા કોન્ટ્રાક્ટરો સામે કડક પગલા લેવામા આવે.