બોટાદ: ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.
-
૭૪માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત એટહોમ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વતંત્રતા સેનાનીઓને નમન પાઠવી ઉપસ્થિત મહાનુભાવો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/3VukyXI4Gl
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">૭૪માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત એટહોમ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વતંત્રતા સેનાનીઓને નમન પાઠવી ઉપસ્થિત મહાનુભાવો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/3VukyXI4Gl
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023૭૪માં પ્રજાસત્તાક દિનની પૂર્વ સંધ્યાએ બોટાદ ખાતે માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રતજીની અધ્યક્ષતામાં આયોજિત એટહોમ કાર્યક્રમમાં સહભાગી થઈને સ્વતંત્રતા સેનાનીઓને નમન પાઠવી ઉપસ્થિત મહાનુભાવો સાથે શુભેચ્છાઓનું આદાનપ્રદાન કર્યું. pic.twitter.com/3VukyXI4Gl
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023
પૂર્વ સંધ્યા: બોટાદ શહેરના ત્રિકોણી ખોડીયાર મંદિર પાસેના મેદાનમાં રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ ધર્મ, આસ્થા અને સાહિત્યના ત્રિવેણી સંગમ એવા બોટાદ જિલ્લાના આંગણે રાજ્યકક્ષાના 74માં પ્રજાસત્તાક પર્વની ઉજવણી અંતર્ગત પ્રજાસત્તાક પર્વની પૂર્વ સંધ્યાએ બોટાદના ધાર્મિક, સાંસ્કૃતિક અને સાહિત્યિક વારસાને ઉજાગર કરતો 'ધન્ય ધરા બોટાદ' સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો. આ કાર્યક્રમમાં 225 કલાકારોએ બોટાદના ભવ્ય વારસાને સ્ટેજ પર આબેહૂબ જીવંત કરીને પ્રેક્ષકોને મંત્રમુગ્ધ કર્યા હતા.
આ પણ વાંચો Padma Awards 2023: કુલ 106 હસ્તીઓને પદ્મ એવોર્ડને સન્માનિત કરાશે, 10 ગુજરાતી
-
બોટાદ જિલ્લામાં ગુજરાત પોલીસના આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. નાગરિકોને અહીં ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનો, બોડીવોર્ન અને ડ્રોન કેમેરા, વર્ચ્યુઅલ રિયાલિટી એક્સ્પીરિયન્સ આપતા નવીન 'VR સફર' પ્રોજેક્ટ સહિત પોલીસની વિવિધ પહેલની ઝાંખી મળશે. pic.twitter.com/BFx8YVEVvb
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">બોટાદ જિલ્લામાં ગુજરાત પોલીસના આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. નાગરિકોને અહીં ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનો, બોડીવોર્ન અને ડ્રોન કેમેરા, વર્ચ્યુઅલ રિયાલિટી એક્સ્પીરિયન્સ આપતા નવીન 'VR સફર' પ્રોજેક્ટ સહિત પોલીસની વિવિધ પહેલની ઝાંખી મળશે. pic.twitter.com/BFx8YVEVvb
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023બોટાદ જિલ્લામાં ગુજરાત પોલીસના આધુનિક હથિયારોના પ્રદર્શનને ખુલ્લું મૂક્યું. નાગરિકોને અહીં ચેતક કમાન્ડો દ્વારા ઉપયોગમાં લેવાતાં વાહનો, બોડીવોર્ન અને ડ્રોન કેમેરા, વર્ચ્યુઅલ રિયાલિટી એક્સ્પીરિયન્સ આપતા નવીન 'VR સફર' પ્રોજેક્ટ સહિત પોલીસની વિવિધ પહેલની ઝાંખી મળશે. pic.twitter.com/BFx8YVEVvb
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023
સાંસ્કૃતિક કાર્યક્રમ: બોટાદ ખાતેના રંગારંગ સાંસ્કૃતિક કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહાનુભાવો તેમજ જિલ્લાના લોકો ઉત્સાહભેર નિહાળવા મોટી જનમેદની સાથે ઉમટી પડ્યા હતા. આ વિશેષ કાર્યક્રમમાં G20 કાર્યક્રમ અંતર્ગત 'વસુધૈવ કુટુમ્બકમ' સૂત્ર સાથેનું સ્વાગત ગીત, બોટાદની શાન એવા ટાવર ચોક અને ઘડિયાળના પાત્રો આધારિત વર્ણન, બોટાદ ગીત, પાંડવ - ભીમનાથ કૃતિ, ખોડીયાર ગરબો, ગઢડા - એભલ ખાચર કૃતિ, કષ્ટભંજન દેવ અને હનુમાન ચાલીસા કૃતિઓ, મેઘાણી કોર્ટ એપિસોડ, મીઠે નર ફાટે અને જનનીની જોડ જેવી આબેહૂબ દ્ર્શ્ય શ્રાવ્ય કૃતિઓથી ભરેલા આ કાર્યક્રમે બોટાદવાસીઓને બોટાદના ભવ્ય ઐતિહાસિક, સાંસ્કૃતિક અને ધાર્મિક વારસાથી અવગત કરાવ્યા હતા.
-
74માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ https://t.co/dIeoGe85hN
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
">74માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ https://t.co/dIeoGe85hN
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 202374માં પ્રજાસત્તાક દિવસની રાજ્યકક્ષાની ઉજવણીના ભાગરૂપે બોટાદ ખાતે સાંસ્કૃતિક કાર્યક્રમ https://t.co/dIeoGe85hN
— Bhupendra Patel (@Bhupendrapbjp) January 25, 2023
ઉપસ્થિત રહ્યા: આ કાર્યક્રમમાં રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજ તેમજ રાજ્યના મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ તેમજ રાજ્યના મુખ્ય સચિવ પંકજ કુમાર તેમજ આ અવસરે બોટાદ જિલ્લાના પ્રભારી મંત્રી ભાનુ બાબરિયા, સાંસદ ભારતી શિયાળ, ધારાસભ્યો, પૂર્વ ધારાસભ્યો , રાજ્ય પોલીસ વડા આશિષ ભાટિયા, બોટાદ જિલ્લા કલેકટર બીજલ ટર શાહ, સનદી અધિકારીઓ, રાજ્ય સરકારના પદાધિકારીઓ, પોલીસ અધિકારીઓ, બોટાદ જિલ્લા અને તાલુકા પંચાયત તથા નગરપાલિકાના સભ્યો, સ્થાનિક ઉદ્યોગપતિઓ, જિલ્લાના અગ્રણી ધાર્મિક-સામાજિક અગ્રણીઓ તેમજ નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.