બોટાદઃ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદની ટર્મ પૂરી થતા તેની ચુંટણી બુધવારના રોજ યોજવામાં આવી હતી. આ ચૂંટણીમાં ચેરમેન પદના ઉમેદવાર તરીકે હાલના વાઇસ ચેરમેન ધાધલ પણ હતા અને આ ચૂંટણીમા મતદાન ૧૭ સભ્યોએ કરવાનું હતું. તમામ સભ્યો હાજર પણ હતા. પરંતુ, ચૂંટણી અધિકારીની તબિયત નાદુરસ્ત હોવાના કારણે બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેનની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી.
આ બાબતે ચેરમેન પદના ઉમેદવાર જોરુભાઈ ધાધલ દ્વારા આક્ષેપ કરવામાં આવેલ છે કે, મને બોટાદ માર્કેટીંગ યાર્ડના ચેરમેન પદે નહીં રહેવા દેવા માટે આ એક રાજકીય ષડયંત્ર રચવામાં આવેલું છે.
સભ્યોનું જણાવ્યો મુજબ કે, જ્યારે ચૂંટણી અધિકારી બીમાર હોય તો તેની જગ્યાએ અન્ય કોઈ અધિકારીને આ ચૂંટણીનો ચાજૅ આપી ચૂંટણી યોજી શકે છે, પરંતુ તેમ નહીં કરીને બોટાદ માર્કેટીંગ યાર્ડની ચેરમેન પદની ચૂંટણી મોકૂફ રાખવામાં આવી હતી. હવે જોવું રહ્યું કે, આ મોકૂફ રખાઇ ચેરમેન પદની ચૂંટણી ક્યારે યોજવામાં આવશે.