- ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે પેટા ચૂંટણી
- ગઢડા વિધાનસભા બેઠક માટે 12 ઉમેદવારો મેદાનમાં
- 3 નવેમ્બરે પેટા ચૂંટણી માટે મતદાન યોજાશે
ગઢડા: ગુજરાત વિધાનસભાની 8 બેઠક માટે આગામી 3 નવેમ્બરે પેટા ચૂંટણી યોજાશે. જેને લઈને તમામ બેઠક ઉપર મોટેભાગે ભાજપ અને કોંગ્રેસ વચ્ચે મુખ્ય જંગ જોવા મળશે. જોકે ગઢડા બેઠક માટે 12 ઉમેદવારો મેદાનમાં છે. તેથી પેટા ચૂંટણી વધુ રસપ્રદ બની રહેશે.
ગઢડા વિધાનસભાની પેટા ચૂંટણી માટે કુલ 16 ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભર્યા હતા. જેમાંથી 3 ફોર્મ કેન્સલ થયા હતા જ્યારે 1 ફોર્મ પરત ખેંયાયું હતું. ત્યારબાદ કુલ હવે 12 ઉમેદવારો ખરાખરીના જંગ માટે મેદાનમાં છે.
જે 12 ઉમેદવારો ગઢડાની પેટા ચૂંટણી માટે મેદાનમાં છે તેમના નામ આ પ્રમાણે છે.
- આત્મારામ પરમાર - ભાજપ
- મોહનભાઈ સોલંકી - કોંગ્રેસ
- વિનુભાઈ પરમાર - રાષ્ટ્રીય જનચેતના પાર્ટી
- હરીલાલ પરમાર - અપક્ષ
- મનહરભાઈ રાઠોડ - અપક્ષ
- ચેતન સોલંકી - અપક્ષ
- વિજય પરમાર - અપક્ષ
- હરેશ ચૌહાણ - અપક્ષ
- ભગીરથ બેરડીયા - અપક્ષ
- રમેશચંદ્ર પરમાર - અપક્ષ
- દિનેશ પરમાર - અપક્ષ
- શાંતિલાલ રાઠવા - અપક્ષ