ETV Bharat / state

ભાવનગરમાં ગેસની પાઇપ લાઇન લીક થતા લાગી ભયંકર આગ - gas pipeline leaked

ભાવનગરઃ શહેરના ચિત્રા પાસે આવેલા ઓમ પાર્ટી પ્લોટની સામે રામદેવ પેટ્રોલિયમની પાસેથી પસાર થતી PNG ગેસની લાઇન આજે બપોરના સુમારે અગમ્ય કારણોસર લીક થતા આગ લાગી હતી.

Bhavanagar
author img

By

Published : Apr 8, 2019, 6:56 PM IST

આ આગ એટલી જોરદાર હતી કે ભાવનગર રાજકોટ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર આગ લાગવાના કારણે આ રોડ પરથી પસાર થતા નાના મોટા વાહનો અને લોકો ડરી ગયા હતા. આ ઉપરાંત નજીકમાં જ પેટ્રોલ પંપ હોવાથી મોટી દુર્ઘટના ઘટે તેવી દહેશત લોકોમાં ફેલાવવા લાગી હતી.

ભાવનગરમાં ગેસની પાઇપ લાઇન લીક થતા લાગી ભયંકર આગ

આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ આ બનાવના પગલે ગેસની પાઇપ લાઇનનો જેની પાસે કોન્ટ્રાક્ટ છે તેવી પૂજા કંપનીને જાણ કરવામાં આવતાં તેઓ દ્વારા પાઇપલાઇનમાં જતાં ગેસના વાલ્વ બંધ કરી દેતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મળી છે.

આ આગના કારણે કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું નથી. જોકે આગ લાગવાના કારણે અડધો કલાક માટે વાહન વ્યવહાર અટકી પડ્યો હતો, જે હાલ પૂર્વવત થયો છે.

ભાવનગર શહેરના ઓમ પાર્ટી પ્લોટની સામે આવેલ રામદેવ પેટ્રોલિયમ પાસે ગેસની પાઇપ લાઇન લીક થતાં ભયંકર આગ

એન્કર:

ભાવનગર શહેરના ચિત્રા પાસે આવેલ ઓમ પાર્ટી પ્લોટની સામે રામદેવ પેટ્રોલિયમની પાસેથી પસાર થતી પીએનજી ગેસની લાઇન આજે બપોરના સુમારે અગમ્ય કારણોસર લીક થતાં આગ લાગી હતી. આ આગ એટલી જોરદાર હતી કે ભાવનગર રાજકોટ હાઈવે ને જોડતા મુખ્ય માર્ગ પર આગ લાગવાના કારણે આ રોડ પરથી પસાર થતા નાના મોટા વાહનો અને લોકો ત્યાંથી પસાર થતાં પણ ડરતા હતા અને નજીકમાં જ પેટ્રોલ પંપ હોય મોટી દુર્ઘટના ઘટે તેવી દહેશત લોકોમાં ફેલાવવા લાગી હતી.આ અંગે પોલીસને જાણ કરાતા પોલીસ કાફલો અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી બીજી તરફ આ બનાવના પગલે ગેસની પાઇપ લાઇનનો જેની પાસે કોન્ટ્રાક્ટ છે તેવી પૂજા કંપનીને જાણ કરવામાં આવતાં તેઓ દ્વારા પાઇપલાઇનમાં જતાં ગેસના વાલ્વ બંધ કરી દેતા આગ પર કાબુ મેળવવામાં સફળતા મલી છે.આ આગના કારણે કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું નથી જોકે આગ લાગવાના કારણે અડધો કલાક માટે વાહન વ્યવહાર અટકી પડ્યો હતો જે હાલ પૂર્વવત થયો છે.
  
બાઇટ : પારક્રમસિંહ જાડેજા ફાયર ફાયટર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.