- કોરોનાના વધી રહેલા સંક્રમણથી મહુવાના વેપારીઓએ સર્વાનુમતે લોકડાઉન કર્યું
- મહુવાના તમામ વેપારીઓએ દુકાનના શટર ખોલ્યા ન હતા
- હાલમાં મહુવાની પરિસ્થિતિ પણ ખરાબ છે
ભાવનગરઃ મહુવાના નાના-મોટા દરેક વેપારીઓ અને દરેક લારી-ગલ્લાવાળા સહિત નાનામાં નાના લોકોએ લોકડાઉનનું પાલન કર્યું હતું. લોકોએ પોતાના ધંધા-રોજગાર બંધ રાખીને કોરોનાનું સંક્રમણ ઓછું કરવા પોતાની જાગ્રતતા બતાવી હતી.
આ પણ વાંચોઃ ગીર-સોમનાથના કોડીનારમાં સ્વયંભૂ લોકડાઉનનો નિર્ણય
લોકો કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડવા પ્રતિબદ્ધ હતા
15 એપ્રિલે સવારથી જ મહુવાના તમામ વેપારીઓએ દુકાનના શટર ખોલ્યા નહોતા. તેઓ કોરોના નામની વૈશ્વિક મહામારી સામે લડવા પ્રતિબદ્ધ હતા, જ્યારે મહુવામાં હટાણું કરવા આવતા ગામડાના માણસોને અગાવથી જ ખબર પડી ગઇ હતી, તેથી મહુવામાં ખરીદી કરવા લોકો ન આવતા મહુવાના રસ્તા ગયા વર્ષના સરકાર દ્વારા અપાયેલ લોકડાઉન જેવા સુમસામ હતા. લોકોએ પણ ઘરમાં રહીને લોકડાઉનની મજા લીધી હતી.
ડોક્ટરોએ 10 હજારથી 35 સુધીના પેકેજ કર્યા છે
મહુવાના સરન્ડર એરિયામાં લોકડાઉન જોવા મળ્યું હતું અને કોઈપણ આગેવાન બંધ કરાવવા નીકળ્યા કે કોઈ પણ દુકાનદારોને અપીલ સુદ્ધા કરવી પડી ન હતી. મહુવામાં છેલ્લા 48 કલાકમાં સરકારી ચોપડાની જાણ બહાર મહુવામાં અસંખ્ય કેસો વધ્યા છે. ગાંધીબાગ પાસેના એક પ્રાઇવેટ દવાખાનાના ડોકટરે તો માઝા મૂકી છે અને 10 હજારથી 35 સુધીના પેકેજ કર્યા છે. ગરીબ માણસને પણ એટલા જ લૂંટે છે. પોતે કડકાઈભર્યા વર્તન કરીને પરાણે જવું પડતું હતું અને તે દવાખાનામાં મુંઝાઇને પણ વધારે પૈસા આપવા પડે છે. જો કે, તેના હાથમાં જસ હોવાથી કોરોનાના દર્દીને સારા કરી આપે છે, પણ તે ડોકટરે માનવતા મૂકી દીધી છે.
આ પણ વાંચોઃ ભાવનગરના મહુવામાં 5 દિવસીનું સ્વયંભૂ લોકડાઉન
મહુવાની કોવિડ હોસ્પિટલમાં સારવાર માટે જગ્યા નથી
મહુવાની કોવિડ હોસ્પિટલમાં જગ્યા નથી અને અન્ય પ્રાઇવેટ હોસ્પિટલમાં પણ ફૂલ છે. ના છૂટકે દર્દીને જ્યાં ત્યાં જવું પડે છે. મહુવાના તમામ ડોક્ટરો હાલ કોરોનાથી પણ ડરી ગયા હોવાથી કોરોનાના દર્દીને લાવવાની જ ના પાડી રહ્યા છે. આમ, હાલમાં મહુવાની પરિસ્થિતિ પણ ખરાબ છે. ત્યારે મહુવામાં લોકડાઉન થયું, તે લાભ દાયક જ રહેશે.