ભાવનગર:શહેરમાં ઘણા દિવસોથી આંકડો 40 થી 60 વચ્ચે અટવાઈ ગયો હોય તેવું લાગે છે. લોકો પાસે ઘણા સવાલો છે પણ તંત્રનું મૌન ઘણું કહી જાય છે. કોવિડ મૃત્યુ વિશે સ્પષ્ટતા નથી ત્યારે આવતા કેસો વિશે આંકડો સત્ય છે કે કેમ તેના પર પ્રશ્ન ઉભો થયો છે. લોકોમાં ચર્ચા છે કે આંકડો કોરોનાનો ઘણો છે, પણ તંત્ર એક જ શ્રેણી 40 થી 60 વચ્ચેની યથાવત રાખીને બેઠું છે. લોકો સાવચેત છે પણ તંત્રની નીતિ સામે રોષ પણ વ્યક્ત કરી રહ્યા છે.
ભાવનગર શહેરમાં કોરોનાનો આંકડો 4000 પર પહોંચવા માટે 9 કેસ દૂર છે. ભાવનગરમાં 25 સપ્ટેમ્બરે 45 કેસો આવ્યા છે. મુખ્યમંત્રી ભાવનગરમાં તંત્ર સાથે બેઠક યોજી હતી છતાં તંત્ર દ્વારા માત્ર નામ જાહેર નહિ કરવાની રણનીતિ બનાવી છે જો કે આંકડા ઘટવા પાછળ કારણ શું છે ? અને આઇસોલેશન વોર્ડ ધીરે ધીરે ભરાઈ રહ્યો છે ભાવનગર શહેરમાં અનલોકનો પ્રારંભ થયો હોવા છતાં કેસોની સંખ્યા વધી રહી છે. ભાવનગર જિલ્લાનો આંકડો 3991 પહોંચી ગયો છે. કોરોનાના કેસો દિવસમાં ઓછામાં ઓછા 20 છેલ્લા ઘણા સમયથી આવી રહ્યા છે. 25 સપ્ટેમ્બરના દિવસે 45 કેસ સાંજ સુધીમાં નોંધાઇ ચુક્યા હતા તો શહેરમાં ઘટતા આંકડા પાછળ તંત્ર સામે લોકો ગોલમાલની શંકા વ્યક્ત કરી રહ્યા છે. નામ જાહેર નહિ કરીને તંત્રએ લોકોની ચિંતા વધારી દીધી છે.
ભાવનગર સાથે જિલ્લામાં પણ કેસ આવી રહ્યા છે ત્યારે ભાવનગર શહેરમાં કન્ટેન્ટમેન્ટ ઝોન નોંધાયેલા છે. આજ સુધી 3991 કેસ થઈ ચૂક્યા છે અને 4000 ની નજીક આંકડો પહોંચી ચુક્યો છે. ભાવનગર સર ટી હોસ્પિટલમાં તબીબોની ટિમ દ્વારા ત્રણ માસથી લઈને 92 વર્ષ સુધીના દર્દીઓને સ્વસ્થ કર્યા છે. ભાવનગરમાં આજદિન સુધીમાં 3538 દર્દીઓ સ્વસ્થ થયા છે તો 64 જેટલા દર્દીઓના કોરોનાના કારણે મૃત્યુ થયા છે. ભાવનગરમાં કોરોનાની સ્થિતિને પગલે પોલીસ દ્વારા માસ્ક ચેકીંગ પણ કરવામાં આવી રહ્યું છે. સાથે લોકોને અંતર રાખવા અને હાથ વારંવાર સાફ કરતા રહેવાની સલાહો આપવામાં આવી રહી છે.