- વરલ ગામે 2 વર્ષની બાળકીનો મૃતદેહ મળ્યો
- વરલ ગામની બે વર્ષીયની બાળકી ગુરૂવારે પહેલા ગુમ થઈ હતી
- મૃતદેહ શુક્રવાર સવારે ગામ નજીકના બાબરીયા ધરામાંથી મળ્યો
- ઘટનાને લઈ સિહોર પોલીસે તપાસ હાથ ધરી
ભાવનગર : જિલ્લાના સિહોર તાલુકાના વરલ ગામે ગુરૂવારેના રોજ બપોરના સુમારે ઘર પાસે રમતી બાળા એકાએક ગુમ થઇ હતી. ત્યાર બાદ શુક્રવારના રોજ વહેલી સવારે આ બાળાનો મૃતદેહ ગામનાં બાબરીયા ધરામાં તરતો જોવા મળતા મામલતદાર અને પોલીસ સહિતનો કાફલો ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.
ગુરૂવારે ગુમ થયેલી બાળકીનો મૃતદેહ ધરામાંથી મળ્યો
સિહોર તાલુકાના વરલ ગામે 2 વર્ષની બાળકી ગુમ થઈ હતી. જે બાદ તેના પિતાએ પોલીસમાં જાણ કરી હતી. જેને લઈ પોલીસે આ બાળકીને શોધવાની તપાસ હાથ ધરી હતી. જેમાં આ બાળકીનો મૃતદેહ શુક્રવારની વહેલી સવારે વરલ નજીક આવેલા બાબરીયા ધરામાં તરતો મળી આવ્યો હતો.
પાણીમાં પડી જતા મોત થયાનું પ્રાથમિક અનુમાન
સ્થાનિક મહિલાઓ કપડા ધોવા જતા સમયે આ અંગે જાણ થતા તેમને ગ્રામજનોને જાણ કરી હતી. ગ્રામજનો દ્વારા પોલીસને જાણ કરવામાં આવ્યા બાદ બાળકીના મૃતદેહને બહાર કાઢી પોસ્ટમોર્ટમ અર્થે ખસેડવામાં આવ્યો છે. આ બનાવમાં કોઈ પર પરિજનોએ શંકા દાખવી નથી, પરંતુ રમતા રમતા ત્યાં પહોંચી ગઈ હોય અને પાણીમાં પડી જતા મોત થયાનું પ્રાથમિક અનુમાન કરવામાં આવી રહ્યું છે.