- મહુવાના પૂર્વ ધારાસભ્યએ આપ્યું દેશવ્યાપી કિસાન આંદોલનને સમર્થન
- કિસાનો માટે જે બલિદાન આપવું પડે હું આપીશ : ડૉ. કનુભાઈ
- 8 ડિસેમ્બરને મંગળવારે ભારત બંધને ખુલ્લું સમર્થન આપતા પૂર્વ ધારાસભ્ય
મહુવા : હાલમાં ચાલી રહેલા દેશવ્યાપી કિસાન આંદોલનને મહુવાના પૂર્વ ધારાસભ્ય અને કોંગ્રેસમાં જોડાયેલ કનુભાઈ કલસરિયાએ ટેકો જાહેર કર્યો છે. દિલ્હીમાં ચાલી રહેલ કિસાન આંદોલનને 8 તારીખે કિસાનો દ્વારા ભારત બંધનું એલાન કર્યું છે. ત્યારે કનુભાઈએ પણ તેમાં સમર્થન આપ્યું છે. જોકે, આ સિવાય જિલ્લામાં આ સમર્થનને લઇને કોઈ સમાચાર નથી. ત્યારે પૂર્વ ધારાસભ્ય દ્વારા આ આંદોલનને સમર્થન જાહેર કર્યું છે. કનુભાઈ મહુવામાં નિરમા સિમેન્ટ સામે ખેડૂતોના હિત માટે પોતાની જ સરકાર સામે લડતમાં ઉતર્યા હતા. ત્યારે આજે દેશ વ્યાપી કિસાન આંદોલનને પણ ખુલ્લું સમર્થન તેમણે જાહેર કર્યું છે.
ખેડૂતો માટે બલિદાન આપવા હમેશા તૈયાર
ખેડૂતોના હિતોનું રક્ષણ એ આપણા સોની પવિત્ર ફરજ માત્ર નહી પરંતું ધર્મ પણ છે. એટલે જ ખેડૂતને જગતનો તાત કહેવામાં આવે છે. કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ ખેડૂત વિરોધી કાનૂન પસાર કરીને સરકારે ખેડૂતોની સ્વાધીનતાને હોડમાં મૂકી દીધી છે. આ ત્રણેય કાયદાઓ સામે ખેડૂતોએ જે અવાજ ઉઠાવ્યો છે, તેનું સમર્થન કરવા માટે આપ સૌને સાથે મળીને "સંપૂર્ણ મહુવા બંધ" દ્વારા ભારત બંધના એલાનને ખૂલ્લો ટેકો આપવા વિનંતી કરું છું. ચાલો આપણે સૌ આ અભિયાનને સફળતા શિખરે પહોંચાડીએ. આ વાત ભાજપના પૂર્વ ધારાસભ્યને હાલ કોંગ્રેસમાં રહેલા ડૉ.કનુભાઈ કલસરિયાએ કહ્યી હતી.