- બહુમાળી ભવન ખાતે આઉટસોર્સિંગ કર્મચારી દ્વારા સુત્રોચ્ચાર
- કર્મચારીઓમાં રોષ જોવા મળ્યો
- સરકાર પાસે નાણાં ચૂકવવા કરી માંગ
ભાવનગર: આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કોરોના વોરિયર્સને છેલ્લા ત્રણ મહિનાથી પગાર નહિ મળતા પોતાના ઘરનું ગુજરાન ચલાવવું મુશ્કેલ પડતા સોમવારના રોજ બહુમાળીભવનમાં કર્મચારીઓ દ્વારા સુત્રોચ્ચાર કરી બાકી રહેતા પગાર ચુકવી આપવા માંગ કરવામાં આવી છે.
![કર્મચારીઓએ પગાર ચૂકવી આપવા સરકારને માંગ કરી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-outsorsing-karmchari-dvara-sutrochar-photo-gj10030_05022021191838_0502f_1612532918_39.jpg)
સમગ્ર વિશ્વ કોરોના જેવી મહામારી સામે ઝઝુમી રહ્યું છે ત્યારે આપણો દેશ પણ બાકાત રહ્યો નથી. આવા કપરા કાળમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓ સહિતના કોરોના વોરિયર્સ દેવદુત બની છેલ્લા નવ મહિનાથી જનતાને કોરોનાના પ્રકોપથી બચાવવાના પ્રયાસો કરી રહ્યા છે. ત્યારે એમની કામગીરીને સન્માનિત કરવાની જગ્યાએ એમનું શોષણ કરવામાં આવી રહ્યા આક્ષેપ સાથે ભાવનગર બહુમાળીભવનમાં સોમવારના રોજ કર્મચારીઓએ એકત્રિત થઇ છેલ્લા ત્રણ માસથી ચુકવવામાં નહિ આવેલા પગારની માંગણી સાથે સુત્રોચ્ચાર કરી માંગ કરવામાં આવી છે.
કર્મચારીઓએ પગાર ચૂકવી આપવા સરકારને માંગ કરી
ભાવનગર જિલ્લાઓના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, સામુહિક આરોગ્ય કેન્દ્રો, સિવિલ હોસ્પિટલો, ડીસ્ટ્રીકટ આરોગ્ય કેન્દ્રો, GMERS મેડીકલ કોલેજમાં આઉટસોર્સિંગથી ફરજ બજાવતા કર્મચારીઓનો છેલ્લા ત્રણ મહિનાનો પગાર આજ સુધી ના ચુકવાતા આ કર્મચારીઓને ગુજરાન ચલાવવામાં તકલીફ પડી રહી છે. સમગ્ર ગુજરાતમાંથી અગાઉ પણ આ અંગે રાજ્ય આરોગ્ય વિભાગે નાણાં ચૂકવવા માટે સરકારને રજૂઆતો કરી પણ પગાર ચૂકવવામાં ન આવતા કર્મચારીઓ રોષે ભરાયા હતા અને વહેલી તકે પગાર ચૂકવવા સરકાર પાસે માંગણી કરી હતી.