ETV Bharat / state

Murder Case In Bhavnagar : ભાવનગરમાં લગ્ન પ્રસંગે સ્થાનિક શખ્સોએ મહેમાનની કરી હત્યા - ભાવનગરમાં હત્યાનો ગુનો

ભાવનગર શહેરમાં એક લગ્નમાં યુવાન અને તેના પરિવાર પર કેટલાક શખ્સોએ હુમલો કર્યો છે. આ હુમલામાં હત્યા (Murder Case In Bhavnagar) કરી હોવાના સમાચાર સામે આવી રહ્યા છે. શુ હતો સમગ્ર મામલો જાણો વિગતવાર...!

Murder Case In Bhavnagar : ભાવનગરમાં લગ્ન પ્રસંગે સ્થાનિક શખ્સોએ મહેમાન કરી હત્યા

author img

By

Published : Jan 25, 2022, 10:35 AM IST

ભાવનગરઃ શહેરના પાનવાડી વિસ્તારના લીંમડી ચોક નજીક શનિવારે રાત્રિના સમયે પાલિતાણાથી ફઈના ઘરે લગ્નમાં આવેલો યુવાન ઉપર સ્થાનિક શખ્સોએ હુમલો કર્યો હતો. લગ્નમાં આવેલો યુવાન સાથે નજીવી બાબતે તિક્ષ્ણ હથિયારથી હુમલો કરી હત્યા (Murder Case In Bhavnagar) નિપજાવી હતી. આ ઘટનાની જાણ પોલિસને થતાં ગણતરીની કલાકોમાં હુમલાખોર ટોળકીને પકડી પાડી હતી.

શુ બન્યો હતો બનાવ મારામારી બાદ હત્યાનો

સમગ્ર બનાવ અંગે પોલીસ ફરિયાદમાં નોંધાવવામાં આવ્યું છે કે, શહેરના પાનવાડી વિસ્તારમાં આવેલ લીંમડી ચોક નજીક મેલડીમાતાના મંદિર પાસે રહેતા એક પરિવારના આંગણે લગ્નોત્સવનો અવસર હતો. જેમાં રાત્રે ડીજે, રાસ-ગરબાનો કાર્યક્રમ પૂર્ણ કરી યુવાનો ઘર પાસે બેઠા હતા. તે દરમિયાન બે અજાણ્યા શખ્સોએ ઘર પાસે બેઠાલા યુવાનો સાથે બોલાચાલી કરી હતી. બે અજાણ્યા શખ્સોએ યુવાનોને કહ્યું કે, "અહીં કેમ બેઠો છે?" તેમ કહીને એક લાફો મારી દીધો હતો. ત્યારબાદ ચાર શખ્સો તિક્ષ્ણ હથિયારો સાથે ફરી યુવાન પાસે પહોંચીને મારમારવા (Murder on Occasion Marriage in Bhavnagar) લાગ્યા હતા. યુવાન ગંભીર ઇજા થતા સારવારમાં લઈ જાય તે પહેલાં જ મૃત્યુ સ્થળ પર થઈ ગયું હતુ.

આ પણ વાંચોઃ Murder Case In Ahmedabad : વટવામાં પતિએ પત્નીને બ્લેડ મારી કરી હત્યા

આરોપીઓ ઝડપાયા તો શું કહ્યું પોલીસે

નિલમબાગ પોલીસ સ્ટેશનના (Nilambagh Police Station) PI જે. આર. ભાચકનએ જણાવ્યું હતું કે, ચાર સહિત બે અજાણ્યા શખ્સો મળી કુલ છ શખ્સો વિરૂદ્ધ ફરિયાદ નોંધાવામાં આવી છે. નીલમબાગ ડિવિઝન પોલીસે ગણતરીની કલાકોમાં આરોપી નિકુંજ કામ્બડ, પાર્થ કામ્બડ, અજય મારવાડી અને હિતેશ દામજીને ઝડપી લીધા હતા. આ આરોપી વિરૂદ્ધ IPC કલમ 302, 143, 147, 148, 149, 323, 324, 504, 506(2), 120(બી) તથા GP એક્ટ 135 મુજબ ગુનો નોંધી (Murder Crime in Bhavnagar) પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. હવે આ તમામ કોર્ટમાં રજૂ કરવામાં આવશે.

આ પણ વાંચોઃ Murder of a senior citizen in Jamnagar: જામનગરમાં હાપા માર્કેટિંગ યાર્ડ પાસે સિનિયર સિટિઝનની હત્યા કરનારા 4 આરોપીઓ ઝડપાયા

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.