ભાવનગરઃ સોમવારાના રોજ દિવસમાં આવેલા નવા 17 કેસથી હડકંપ મચી ગયો છે, ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર દ્વારા 17 પોઝિટિવ કેસનો આંકડો આપતા ભાવનગરમાં રાફડો ફાટ્યો હોઈ તેવી સ્થિતિ સર્જાઈ છે.
ભાવનગરના સંઘેડિયા બજાર, પખાલીવાડ, કરચલિયા પરા, બોરડીગેટ અને સી ડિવિઝનમાંથી આ કેસ સામે આવ્યા છે, જેમાં પખાલીવાડમાં 9 કેસ અને બોરડીગેટ વિસ્તારના 6 કેસ નોંધાયા છે. એક કરચલિયા પરા તો એક સંઘેડિયા બજાર મોચી શેરીનો કેસ નોંધાયો છે, નવા આવેલા કેસને પગલે લોકોમાં ફફડાટ પણ ફેલાયો છે. આ 17 પૈકી એક કેસ શહેરના જ્યાં કોરોના કેસ નથી તેવા ચિત્રા વિસ્તારને પણ સંબંધિત હોવાનું કમિશ્નરે જણાવ્યું છે, ત્યારે બાહ્ય વિસ્તારમાં જ્યાં એકપણ કેસ નહોતો ત્યાં કેસ આવવાની શક્યતા વધી ગઈ છે.
ભાવનગર ડી ડિવિઝન પોલીસએ અમદાવાદથી છુપાઈને આવેલા બે લોકોને પકડ્યા હતા, આ બંનેના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જેને પગલે પોલીસ સ્ટેશન અને સ્ટાફ પર સમસ્યાના વાદળો ઘેરાયા છે.