- બંધમાં સારા પાણીના સંગ્રહ થતા ખેડૂતોને થયો ફાયદો
- 30 વર્ષ બાદ મબલક ઉપજ મેળવતા ખેડૂતોમાં હર્ષ અને આનંદની લાગણી
- ડુંગળી, જુવાર, મગફળી જેવા પાકોની થઈ મબલક ઉપજમહુવાના તાલુકા મેથળા બંધના કારણે 15થી વધુ ગામોના ખેડૂતોને 30 વર્ષ બાદ મબલક ઉપજ મળી
ભાવનગરઃ જિલ્લાના મહુવા તાલુકાના મેથળા બંધ આસપાસના 35થી 40 ગામોમાં અત્યાર સુધી ખારું પાણી મળતું હતું અને તેને કારણે ખેતી તેમજ પશુપાલનને મોટું નુકસાન થતા લોકોએ હિજરત પણ કરવી પડી છે. ત્યારે ગામલોકોને પીવાનું મીઠું પાણી તેમજ સિચાઈ માટે પાણી મળી રહે તે માટે બંધ બાબતે સરકારમાં અનેકવાર રજૂઆત કરવા છતા કોઈ કામગીરી કરવામાં આવી નહોતી, તેમજ અલ્ટ્રાટ્રેક સિમેન્ટ દ્વારા મેથળા ખાતે માઈનીંગ કરવામાં આવતા ગામ લોકોમાં રોષ સાથે દેખાવો અને પ્રદર્શનો કરી ઉગ્ર વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ ગામલોકો દ્વારા સ્વખર્ચે જાત મહેનત કરી બંધનું નિર્માણ કરવામાં આવ્યું હતું.
![મહુવાના મેથળા બંધના કારણે ખેડૂતોને 30 વર્ષ બાદ મબલક ઉપજ મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-story-methda-bandharo-avb-rtu-gj10030_09012021190922_0901f_1610199562_497.jpg)
મેથળા બંધથી ખેડૂતોને થયો લાભ
મેથળા ખાતે 3 વર્ષ અગાઉ ગામલોકો દ્વારા જાત મહેનતે બાંધેલ બંધારો ગત ચોમાસાની સિઝન દરમ્યાન પડેલા વરસાદના પગલે પાણીથી ભરાઈ જતા મહુવા આસપાસના 15થી વધુ ગામના લોકોને મીઠું પાણી તેમજ ખેતી માટે સીચાઈનું પાણી મળી રહેતા ખેડૂતો સારી એવી આવક થઇ હતી, જેમાં ડુંગળી, જુવાર, મગફળી જેવા પાકોની 30 વર્ષ બાદ મબલક ઉપજ મેળવતા હર્ષ અને આનંદની લાગણીનો અનુભવ કરી રહ્યા છે.
![મહુવાના મેથળા બંધના કારણે ખેડૂતોને 30 વર્ષ બાદ મબલક ઉપજ મળી](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/r-gj-bvn-01-story-methda-bandharo-avb-rtu-gj10030_09012021190922_0901f_1610199562_641.jpg)