ભાવનગર: કોરોનાના કેસમાં ધીરે ધીરે વધારો થતો જાય છે. ભાવનગરમાં એક તરફ કોરોનાના નવા કેસ આવે છે. તો બીજી બાજુ સ્વસ્થ થવાના કેસ પણ વધી રહ્યા છે. પોઝિટિવ કેસની સંખ્યા સામે સ્વસ્થ થવાની સંખ્યા 50 ટકા કરતા વધુ છે. ભાવનગર સર.ટી હોસ્પિટલની શ્રેષ્ઠ કામગીરી તેની પાછળ જવાબદાર માનવામાં આવી રહી છે. ભાવનગર મનપા કમિશ્નર એમ એ ગાંધી ,કલેકટર ગૌરાંગ મકવાણા, જિલ્લા વિકાસ અધિકારી વરુણકુમાર બરનવાલ, આઈજી અશોક યાદવ અને DSP જયપાલસિંહ રાઠોર તેમજ DYSP મનીષ ઠાકર એને અધિકારીઓની ટીમ અને
સંકલનમાં કામ કરવાની નીતિએ લોકડાઉનનું પાલન અને દર્દીઓની તાત્કાલીક સારવાર શક્ય બની છે.
28 એપ્રિલ રોઝ શિશુ વિહાર વિસ્તારની યુસુફ બાગ ફ્લેટમાં રહેતી 24 વર્ષીય શબાના ઉમરોલી નામની મહિલાનો રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે. જેને પગલે તેને સર.ટી હોસ્પિટલમાં આઇસોલેશન વોર્ડમાં ખસેડવામાં આવી છે. આમ એક દર્દી વધતા કુલ આંકડો 42 પર પહોંચી ગયો છે. તો સ્વસ્થ થવાનો આંકડો પણ સામે વધી ગયો છે. એક કેસ આવ્યો તો સામે એક દર્દીને સ્વસ્થ કરીને તબીબોની ટીમ માત આપી રહી છે.વડવા વિસ્તારમાં રહેતા 90 વર્ષીય રસુલભાઈ રાઠોડને સ્વસ્થ થતા ડીસ્ચાર્જ કરવામાં આવી રહ્યાં છે.
આમ ભાવનગરમાં 28 એપ્રિલના રોજ કુલ આંકડો 42 જેમાં સ્વસ્થ 22 અને પોઝિટિવ 15 અને મૃત્યુ 5 છે. તબીબો ગર્ભવતી મહિલાને પણ સારવાર કરી બાળકને જન્મ અપાવવામાં સફળ નીવડ્યા છે. ત્યારે ભાવનગરમાંથી સંપૂર્ણ કેસ દુર કરવા માટે લોકડાઉનનું પાલન અને ચોકસાઈ પૂર્વક લેવામાં આવતા નિર્ણયો જવાબદાર છે. બસ રાહ છે, કોરોના મુક્ત ભાવનગર બનવાની.