ETV Bharat / state

ભાવનગર જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના 80 ટકાથી વધુ ચેકડેમો ભરાયા - latest news in bhavnagar

ભાવનગરઃ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના મોટાભાગના ચેકડેમો ચોમાસાના વરસાદના કારણે ઓવરફલો થઇ જતા તંત્ર તેમની કામગીરીથી ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. ભાવનગર જિલ્લાના 10 તાલુકાઓમાં 80 ટકાથી વધુ ચેકડેમો ભરાઈ ગયા છે. જ્યારે બાકીના 20 ચેકડેમો જર્જરિત અથવા રીપેરીંગની જરૂરિયાત વાળા હોવાથી તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી તેનું સમારકામ કરી આવનારા સમયમાં ભરી શકાય તે અંગેની કામગીરી હાથ ધરી છે.

bhavnagar
ભાવનગરમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના ચેકડેમો 80% થી વધુ ભરાયા
author img

By

Published : Nov 27, 2019, 10:53 AM IST

જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ 355 ચેકડેમો આવેલા છે. જેમા 10 તાલુકાઓમાં અલગ-અલગ જગ્યાઓ પર આવેલા આ ચેકડેમો અતિ રમણીય અને સુંદર લાગી રહ્યા છે. જેનું કારણ છે કે, ચાલુ વર્ષે અતિ સારા વરસાદને લઇ તમામ તાલુકા મથકો પર 100 ટકા કે તેથી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ચેકડેમો ભરાઇ ગયા હતા. ચેકડેમો ભરાઈ જતા તેનો ફાયદો ખેતી અને લોકોને પણ થઇ રહ્યો છે. પાણીના તળ ઊંચા આવી જતા પીવાના પાણીની સમસ્યા પણ સાવ હળવી બની છે તો ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલા પાકને પાણી પાવા પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જિલ્લાના તમામ તાલુકાઓમાં ચેકડેમો અને તેની સ્થિતિ પર નજર કરીએ.

ભાવનગરમાં જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હસ્તકના ચેકડેમો 80% થી વધુ ભરાયા
જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના ચેકડેમો પૈકી 20 ટકા જેટલા ચેકડેમો જર્જરિત કે રીપેરીંગની માગ કરી રહ્યા છે. આ ચેકડેમો આ વર્ષના સારા વરસાદમાં પણ ભરાયા નથી ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે ખાસ રીપોર્ટ તૈયાર કરી આવનારા સમયમાં આ જર્જરિત કે રીપેરીંગની જરૂરિયાત વાળા ચેકડેમોને દુરસ્ત કરી તેમાં પણ પાણી ભરાય અને વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી પાણીની સમસ્યાને હળવી બની શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.

ચેકડેમોને લઇ જળસંચય સાથે સંકળાયેલા લોકોને આ બાબતે પૂછતાં તેઓ પણ રાજ્યસરકાર દ્વારા આ વર્ષે જે રીતે ચેકડેમો ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરવામાં આવી છે તેની સરાહના કરી રહ્યા છે. સાથે સાથે જે ચેકડેમો જર્જરિત કે અતિ વરસાદના કારણે તૂટી ગયા છે તેને વહેલી તકે રીપેર કરવામાં આવે અને ચેકડેમો થકી રાજ્યમાં પાણીની સમસ્યાના નિવારણમાં સરકાર મહત્વના પગલા ભારે તે જરૂરી છે.

જળ એ જીવન છે. અને તેનો યોગ્ય ઉપયોગ અને તેની બચત કરવી ખૂબ જરૂરી છે. પાણીનો બિનજરૂરી પાણીનો વેડફાટ પણ ન થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.

Intro:એપૃવલ : સ્ટોરી આઈડિયા પાસ
નોંધ : પેન્ડિંગ સ્ટોરી
ફોર્મેટ : એવીબીબી

ભાવનગર જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના ચેકડેમોમાં મોટાભાગના ચેકડેમો ચોમાસામાં વરસેલા સારા વરસાદના કારણે  ભરાઈ તેમજ ઓવરફલો થઇ જતા તંત્ર તેમની કામગીરીથી ખુશખુશાલ જોવા મળી રહ્યું છે. ભાવનગર જીલ્લાના ૧૦ તાલુકાઓમાં ૮૦ % થી વધુ ચેકડેમો ભરાઈ ગયા છે જયારે બાકીના ૨૦ ચેકડેમો કે જે જર્જરિત અથવા રીપેરીંગની જરૂરિયાત વાળા હોય જેને તંત્ર દ્વારા જરૂરી કાર્યવાહી હાથ ધરી તેની મરમ્મત કરી આવનારા સમયમાં ભરી શકાય તે અંગેની કામગીરી હાથ ધરી છે.

Body:ભાવનગર જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળ ૩૫૫ ચેકડેમો આવેલા છે. જીલ્લાના ૧૦ તાલુકાઓમાં અલગ અલગ જગ્યાઓ પર આવેલા આ ચેકડેમો અતિ રમણીય અને સુંદર લાગી રહ્યા છે. જેનું કારણ છે કે ચાલુ વર્ષે અતિ સારા વરસાદ ને લઇ તમામ તાલુકા મથકો પર ૧૦૦% કે તેથી વધુ વરસાદ પડતા આ વિસ્તારના ચેકડેમો ભરાય ગયા હતા. ચેકડેમો ભરાઈ જતા તેનો ફાયદો ખેતી અને લોકોને પણ થઇ રહ્યો છે. પાણીના તળ ઊંચા આવી જતા પીવાના પાણીની સમસ્યા પણ સાવ હળવી બની છે તો ખેડૂતો પોતાના ખેતરોમાં રહેલા પાક ને પાણ પાવા પણ આ પાણીનો ઉપયોગ કરી રહ્યા છે. જીલ્લાના તમામ તાલુકાઓ માં ચેકડેમો અને તેની સ્થિતિ પર નજર કરીએ તો .

જીલ્લા પંચાયત સિંચાઈ વિભાગ હેઠળના ચેકડેમો પૈકી ૨૦ % જેટલા ચેકડેમો જર્જરિત કે રીપેરીંગ ની માંગ કરી રહ્યા છે. આ ચેકડેમો આ વર્ષના સારા વરસાદ માં પણ ભરાયા નથી ત્યારે સિંચાઈ વિભાગના અધિકારીઓ દ્વારા આ બાબતે ખાસ રીપોર્ટ તૈયાર કરી આવનારા સમયમાં આ જર્જરિત કે રીપેરીંગ ની જરૂરિયાત વાળા ચેકડેમો ને દુરસ્ત કરી તેમાં પણ પાણી ભરાય અને વધુમાં વધુ પાણીનો સંગ્રહ કરી પાણીની સમસ્યાને હળવી બની શકાય તેવા પ્રયાસો હાથ ધરવામાં આવશે.Conclusion:ચેકડેમો ને લઇ જળસંચય સાથે સંકળાયેલા લોકો ને આ બાબતે પૂછતાં તેઓ પણ રાજ્યસરકાર દ્વારા આ વર્ષે જે રીતે ચેકડેમો ઊંડા ઉતારવા સહિતની કામગીરી કરવામાં આવી છે તેની સરાહના કરી રહ્યા છે.  સાથે સાથે જે ચેકડેમો જર્જરિત કે અતિ વરસાદ ના કારણે તૂટી ગયા છે તેને વહેલી તકે રીપેર કરવામ આવે અને ચેકડેમો થાકી રાજ્યમાં પાણીની સમસ્યા ના નિવારણમાં સરકાર મહત્વના પગલા ભારે તે જરૂરી છે.

જળ એ જીવન છે અને તેનો યોગ્ય ઉપયોગ અને તેની બચત કરવી ખૂબ જરૂરી છે. પાણીનો બિનજરૂરી પાણીનો વેડફાટ પણ ન થાય તેની તકેદારી રાખવામાં આવે તે જરૂરી છે.  

બાઈટ: ડી.આર.પટેલ-નાયબ કાર્યપાલક ઇજનેર-સિંચાઈ વિભાગ.

બાઈટ: વિરજીભાઈ જસાણી-તજજ્ઞ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.