- માસ્ક વગરના ગ્રામવાસીઓને 50 રૂપિયાનો દંડ
- ક્વોરન્ટાઈનનો ભંગ કરનારને 1000 રૂપિયાનો દંડ
- કોરોનાને નાથવા ગ્રામ્ય વિસ્તારો દ્વારા કરાઈ પહેલ
ભરૂચ: જીલ્લામાં કોરોનાની વિકટ બની રહેલી સ્થિતિને પગલે હવે ગામડાઓ આગળ આવ્યા છે અને કોરોનાના સંક્રમણને અટકાવવા માટે સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવા તરફ વધી રહ્યા છે. હાંસોટ તાલુકાના ઈલાવ ગ્રામ પંચાયત દ્વારા પણ 30 એપ્રિલ સુધી સ્વૈચ્છિક લોકડાઉન લાગુ કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંચો: કોરોના સંક્રમણ વધતા ગ્રામ્ય વિસ્તાર સ્વૈચ્છિક લોકડાઉન તરફ, કામરેજનું દિગસ ગામ 15 દિવસ માટે બંધ
ગ્રામ પંચાયતની બેઠકમાં લેવાયો નિર્ણય
તાજેતરમાં ગ્રામ પંચાયતની મળેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો છે. ઈલાવ ગામમાં બજાર સવારે 7થી બપોરે 12 વાગ્યા સુધી જ ખુલ્લા રહેશે. જ્યારબાદ ચુસ્તપણે બંધ પાળવામાં આવશે. આ ઉપરાંત ગામમાં માસ્ક વગર નજરે પડનારા લોકો પાસેથી 50 રૂપિયા દંડ વસૂલવામાં આવશે. આ ઉપરાંત જો કોઈ કોરોના સંક્રમિત દર્દી ક્વોરન્ટાઈનનો ભંગ કરશે, તો તેની પાસેથી પણ રૂપિયા 1 હજારનો દંડ વસૂલવામાં આવશે.
આ પણ વાંચો: ખાનપુરમાં કોરોનાનું સંક્રમણ વધતા ગ્રામ પંચાયત દ્વારા સ્વૈચ્છિક લોકડાઉન પાડ્યું
લોકડાઉનના સમયમાં ગામમાં ખાનગી ચેક પોસ્ટ કરાઈ હતી ઉભી
કોરોનાની પ્રથમ લહેર વખતે પણ ઈલાવ ગામના લોકોએ સૌપ્રથમ ચેક પોસ્ટ બનાવી હતી. કોરોનાને અટકાવવા ગામ આગળ આવી રહ્યા છે પરંતુ શહેરો કે જ્યાં સૌથી વધુ સંક્રમણ જોવા મળી રહ્યું છે, તેઓ આગળ આવી નથી રહ્યા. જે દુઃખદ બાબત છે.