અંકલેશ્વર રાજપીપળા ચોકડી સ્થીત ઇન્ડિયા ટ્રેડ સેન્ટર કોમ્પલેક્ષ સન 2000ની સાલમાં બિલ્ડર કિશોર પરમાર દ્વારા બનવાયું હતું. જે બાદ આ કોમ્પ્લેક્ષમાં કોઇ પણ પ્રકારનું મેઇન્ટેનંન્સના કરાતા સમારકામના અભાવે આ કોમ્પ્લેક્ષ જર્જરીત બન્યું હતું. જેમાં વહેલી સવારે તેના ગ્રાઉન્ડ ફ્લોરની છત અચાનક જ ધરાશાયી થતા એક સમયે ત્યાં દોડધામ મચી જવાપામી હતી.
જો કે, આ ઘટના વહેલી સવારે બનતા કોમ્પ્લેક્ષની દુકાનો બંધ હતી કોઇ જાનહાની થઇ ન હતી, પરંતુ એક સાથે ધડાકાભેર આંઠ જેટલી દુકાનોની છત ધરાશાયી થતા દુકાનદારો સહિત ગ્રાહકોમાં પણ ભયનો માહોલ જોવા મળ્યો હતો.