ETV Bharat / state

Land mafias In Bharuch: જિલ્લામાં ભૂમાફિયાઓનો વધતો ત્રાસ, સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં બરાબરના ખખડાવ્યા - ગુજરાતમાં જમીન માફિયા

ભરૂચના MP મનસુખ વસાવા (Bharuch MP Mansukh Vasava)એ ભૂમાફિયાઓના બેફામ (Land mafias In Bharuch) ચાલી રહેલા ડમ્પરો અને રેતી ચોરીને લઇને મામતલદારને જાહેરમાં ખખડાવ્યા હતા. તેમણે કેવા સખત શબ્દોમાં અધિકારીને ખખડાવ્યાં તે જૂઓ.

Land mafias In Bharuch: જિલ્લામાં ભૂમાફિયાઓનો વધતો ત્રાસ, સાંસદ મનસુખ વસાવાએ મામલતદારને જાહેરમાં બરાબરના ખખડાવ્યા

author img

By

Published : Feb 22, 2022, 6:27 PM IST

ભરૂચ: ભરૂચ અને નર્મદા જિલ્લાના સાંસદ મનસુખ વસાવા (Bharuch MP Mansukh Vasava) ફરી આકરા પાણીએ જોવા મળ્યા છે. સોમવારે નારેશ્વર-પાલેજ રોડ (Nareshvar Palej Road Accident) ઉપર ભરૂચ તાલુકાના ઝનોર ગામના પૌત્ર અને નાના-નાનીનું મૃત્યુ થયું હતું. ઝનોરના 3 લોકોના ભૂમાફિયાઓ (Land mafias In Bharuch)ના ડમ્પરે અડફેટ લેતા મોત થયા હતા. ભરૂચના MP મનસુખ વસાવા મંગળવારે તમામ કામ છોડી ઘટનાસ્થળના નિરીક્ષણ માટે દોડી ગયા હતા.

ભૂમાફિયાના ડમ્પરથી ઝનોરના 3 લોકોના મોત થયા હતા.

આ પણ વાંચો: Land Grabbing: હાલાર પથકમાં ભુમાફિયા ચક્રીય, જામનગર જિલ્લામાં 135 ફરિયાદ દાખલ

ભુમાફિયાઓને કોણ પાલવી પોષી રહ્યું છે

સાંસદ આવી રહ્યા હોવાની જાણ થતાં મામલતદાર, સરપંચ, સર્કલ, તલાટી સહિતના સ્થળ ઉપર દોડી આવ્યા હતા. MP મનસુખ વસાવાએ મામલતદારનો જાહેરમાં ઉધડો લીધો હતો. તેમણે પુછ્યું કે, રેતી અને માટીના ડમ્પરો (Sand and clay dumpers In Bharuch) લઈ બેફામ દોડતા ભુમાફિયાઓ (Land Mafia In Gujarat)ને કોણ પાલવી પોષી રહ્યું છે? તંત્રની રહેમ નજર વગર આ શક્ય જ નહીં હોવાનો સાંસદે જાહેરમાં રોષ ઠાલવ્યો હતો. મામલતદારને ખખડાવતા સાંસદે જાહેરમાં તેમને સીધું જ કહી દીધુ હતું કે, આ બેરોકટોક કેમ ચાલે છે, તમે હપ્તા નથી લેતા?

આ પણ વાંચો: પોરબંદર: કરોડો રૂપિયાની સરકારી અને ખાનગી જમીન પચાવી પાડનારા 13 શખ્સો સામે તંત્ર એક્શનમાં

માટી અને રેતીની બેફામ ચોરી ચાલે છે તેનાથી તંત્ર અજાણ કઈ રીતે?

મામલતદારને જાહેરમાં 2થી 3 વખત સાંસદે સવાલ કર્યો હતો કે, કેટલા હપ્તા મળે છે કહો? સર્કલ અને સરપંચને પણ સાંસદે આડે હાથે લીધા હતા. તાલુકામાં બેફામ માટી અને રેતીની ચોરી ચાલે છે તેનાથી સમગ્ર તંત્ર કઈ રીતે અજાણ હોય તેવો પ્રશ્ન પણ જાહેરમાં સાંસદે ઉઠાવ્યો હતો. એક જ વર્ષમાં 7 લોકોના ભૂમાફિયાઓના વાહનોથી મોત (Death by Mafia Vehicles In Bharuch) થયા હોવાના કારણે લાલઘૂમ થઈ ગયેલા સાંસદ મનસુખ વસાવાએ માણસો મરે તેની કિંમત નથી? તેમ જણાવી હપ્તા લેવા સારા લાગે છે તેવો પણ રોષ વ્યકત કર્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.