ભરૂચઃ જિલ્લામાં ઔદ્યોગિક કંપનીમાં વિસ્ફોટ વચ્ચે કોરોના વાઈરસનો પણ વિસ્ફોટ થયો છે. એક દિવસમાં એક સાથે કોરોના વાયરસના ૭ પોઝિટિવ કેસ નોધાતા આરોગ્ય વિભાગ દોડતું થયું છે તો કોરોના પોઝિટિવ એક દર્દીનું મોત પણ નીપજ્યું છે.
ભરૂચ જિલ્લામાં આજે એક દિવસમાં કોરોના વાઈરસના 7 પોઝિટિવ કેસ નોધાયા છે. જેના પગલે આરોગ્ય વિભાગ દોડતું થયું છે. ભરૂચ અને અંકલેશ્વરમાં 1-1 તો હાંસોટમાં 3 અને આમોદમાં 2 પોઝેટિવ કેસ નોધાયા છે.
આમોદના વાવડી ફળિયામાં રહેતા 58 વર્ષીય મહેબુ અલી પટેલની તબિયત લથડતા તેઓને સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. જ્યાં તેઓના સેમ્પલ લેવાતા તેઓને કોરોના પોઝિટિવ હોવાનું બહાર આવ્યું હતું. જો કે, તેઓને કોરોનાની સારવાર મળે એ પૂર્વે જ તેમને હર્દય રોગનો હુમલો આવતા તેઓનું મોત થયું હતું.
તો, બીજી તરફ કુલ સાત કેસ પૈકી સિદ્દીક મુસા પટેલ ભરૂચ શહેર બી ડીવીઝન પોલીસે ચોરીના ગુનામાં પકડાયેલો આરોપી છે. આ આરોપીઓના સંપર્કમાં અનેક પોલીસકર્મીઓ આવ્યા હતા. જેથી તેઓના પણ સેમ્પલ લેવાની કાર્યવાહી આરોગ્ય વિભાગે કાર્યવાહી શરૂ કરી છે.
ભરૂચ જીલ્લામાં કોરોના પોઝિટિવ લોકોના નામ પર નજર કરીએ તો...
કોરોના સંક્રમિત દર્દીઓના નામ
- સિદ્દીક મુસા મલેક ઉ.વર્ષ 19(ચોરીના ગુન્હાનો આરોપી )
- યુસુફ આદમ પટેલ ઉ.વર્ષ 66 રહે મછાસરા આમોદ
- મહેબુબ અલી પટેલ ઉ.વર્ષ 58 રહે વાવડી ફળિયું આમોદ (મૃત્યુ )
- અલ્પેશ રાજેશ રાવલ ઉ.વર્ષ 13 રહે માંગરોળ હાંસોટ
- પાયલ રાજેશ રાવલ ઉ વર્ષ 11 રહે.માંગરોળ હાંસોટ
- સુભાષ નાયક ઉ વર્ષ 44 રહે કુડાદરા હાંસોટ
- ઇશાક દાઉદ ગંગાત ઉ.વર્ષ 68 રહે ઉમરવાડા અંકલેશ્વર
અત્રે ઉલ્લેખનીય છે કે, આજના 7 પોઝિટિવ કેસ સાથે ભરૂચ જિલ્લામાં કોરોના પોઝેટીવ કેસની સંખ્યા 68 પર પહોચી છે. જે પૈકી 5 દર્દીના મોત થયા છે. તો 38 દર્દી સાજા થતાં તેઓને રજા આપવામાં આવી છે. હાલ, જિલ્લામાં કોરોના વાઈરસના કુલ 25 કેસ એક્ટીવ છે.