ભરૂચઃ જિલ્લામાં અનલોક થયા બાદ કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો થઈ રહ્યો છે. જેથી લોકોમાં ભયનો માહોલ ઉભો થયો છે. તો બીજી તરફ કેટલાંક લોકો અનલોકનો ફાયદો ઉઠાવીને ખુલ્લેઆમ ફરતા જોવા મળી રહ્યાં છે, ત્યારે આ પરિસ્થતી વિશે ETV BHARATની ટીમ જિલ્લા પોલીસવડા સાથે ખાસ વાતચીત કરી હતી.
આ તેમણે જણાવ્યું હતું કે, ભરૂચમાં કોરોનાના કેસ વધી રહ્યા છે એ ચિંતાજનક બાબત છે. જો કે, પોલીસ દ્વારા કાયદાનું પાલન કરાવવા પૂરતા પ્રયત્નો કરવામાં આવ્યા છે. જંબુસર કોરોનાનું હોટ સ્પોટ બન્યું છે. ત્યારે જંબુસરમાં વધારાનો પોલીસ બંદોબસ્ત પણ ફાળવાયો છે.
ઉલ્લેખનીય છે કે, જિલ્લામાં કોરોના વાઇરસના પોઝિટિવ કેસે સદી વટાવી છે. બુધવારે નવા નોંધાયેલા 7 કેસ સાથે જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસની સંખ્યા 105 પર પહોંચી હતી. જ્યારે 48 દર્દીઓ સાજા થતાં રજા આપવામાં આવી હતી.