ETV Bharat / state

ગુજરાતના રાજકારણમાં અસદુદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી, ભરૂચમાં સંબોધશે જાહેર સભા - અસદુદ્દીન ઓવૈસીની જાહેરસભા

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને AIMIM અને BTPના ગઠબંધન બાદ રવિવારનાં રોજ પ્રથમ જાહેરસભા યોજાવા જઈ રહી છે. આ જાહેરસભા માટે AIMIMનાં બહુચર્ચિત નેતા અસદુદ્દીન ઓવૈસી રવિવારનાં રોજ ગુજરાત આવશે અને ભરૂચ ખાતે ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા સાથે જાહેરસભાને સંબોધન કરશે.

અસદુદ્દીન ઓવૈસી રવિવારે ગુજરાતમાં, ભરૂચમાં સંબોધશે જાહેર સભા

author img

By

Published : Feb 4, 2021, 2:15 PM IST

  • ગુજરાતનાં રાજકારણમાં ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી
  • AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા
  • ઝઘડીયાના ધારાસભ્ય છોટુ વસાવા પણ કરશે સંબોધન

ભરૂચ: ગુજરાતનાં રાજકારણમાં અસૂદ્દીન ઓવૈસીની સત્તાવાર એન્ટ્રી થવા જઈ રહી છે. રવિવાર તારીખ 7મી ફેબ્રુઆરીના રોજ AIMIM અને BTPની સંયુક્ત જાહેરસભામાં અસદુદ્દીન ઓવૈસી ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા સાથે જાહેરસભાને સંબોધશે.

અસદુદ્દીન ઓવૈસી રવિવારે ગુજરાતમાં, ભરૂચમાં સંબોધશે જાહેર સભા
અસદુદ્દીન ઓવૈસી રવિવારે ગુજરાતમાં, ભરૂચમાં સંબોધશે જાહેર સભા
ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાનારી જાહેરસભા માટે તૈયારીઓ શરૂ
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ચૂંટણીનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. મુખ્ય રાજકીય પક્ષોએ ઉમેદવારોના નામ માટે કવાયત શરૂ કરી છે. તો બીજી તરફ AIMIMનાં અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીની ગુજરાતનાં રાજકારણમાં સત્તાવાર એન્ટ્રી થઈ રહી છે. AIMIM અને BTPના ગઠબંધન બાદ પ્રથમ જાહેરસભા તારીખ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચના મનુબર વિસ્તારમાં યોજાશે. જેમાં અસૂદ્દીન ઓવૈસી સંબોધન કરશે. આ જાહેરસભામાં ઝઘડીયાનાં ધારાસભ્ય છોટુ વસાવા પણ ઉપસ્થિત રહેશે અને જાહેરસભા સંબોધશે. AIMIMની એન્ટ્રીથી ગુજરાતમાં રાજકારણના રંગ બદલાઈ રહ્યા છે. AIMIM અને BTPનું ગઠબંધન પહેલા જ જાહેર કરી ચૂક્યું છે કે બન્ને પાર્ટી ભરૂચ ઉપરાંત અમદાવાદ સહિતનાં જીલ્લાઓમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી લડશે. ત્યારે અસૂદ્દીન ઓવૈસીના ગુજરાત પ્રવાસથી બન્ને પક્ષને કેટલો ફાયદો થાય છે, એ તો આવનારો સમય જ બતાવશે. ભરૂચમાં કાર્યક્રમને લઈ તડામાર તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.
અસદુદ્દીન ઓવૈસીનાં ગુજરાત કાર્યક્રમની રૂપરેખા
અસદુદ્દીન ઓવૈસી 6 ફેબ્રુઆરીનાં રોજ સાંજે 6 કલાકે સુરત એરપોર્ટ પર આવશે. સુરતમાં રાત્રિ રોકાણ બાદ 7 ફેબ્રુઆરીએ સવારે 11 કલાકે ભરૂચમાં જાહેર સભાને સંબોધ્યા બાદ અમદાવાદ જવા રવાના થશે. સાંજે 6 વાગ્યે અમદાવાદ રિવરફ્રન્ટ પર તેમના કાર્યક્રમ બાદ હૈદરાબાદ જવા રવાના થશે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.