- બાલવાડીમાં પહોંચાડાતો ખોરાકનો જથ્થો સગેવગે કરવાનું કૌભાંડ ઝડપાયું
- 6 આરોપીઓ સામે ભરૂચ તાલુકા પોલીસ મથકે ફરિયાદ નોંધાઇ
- દયાદારા ગામેથી ખોરાકનો જથ્થો મળી આવ્યો
ભરૂચ : જિલ્લામાં આંગણવાડીમાં આપવામાં આવતા બાલવાડીના જથ્થામાં કૌભાંડ ( Anganwadi Food Scam ) આચરવામાં આવતું હોવાની રાવ ઉઠી હત. જે બાદ ભરૂચ તાલુકા પંચાયતની કચેરીના IDS ( Integrated Child Development Services ) કચેરીમાંથી ભરૂચ તાલુકાનાં ગામડાઓમાં બાલવાડીના પેકેટનો જથ્થો આંગણવાડીઓમાં વાહન મારફતે પહોંચાડવામાં આવે છે. આ જથ્થો છેલ્લા ઘણા સમયથી બારોબાર સગેવગે કરવાનું કૌભાંડ ( Anganwadi Food Scam ) આચરાઇ રહ્યું હોવાની બાતમીના આધારે બાળ વિકાસ અધિકારી ( Child Development Officer ) રીટા ગઢવીએ તેમની ટીમ સાથે દયાદરા ગામની સીમમાં આદિવાસી મોહન તલાવડી પાસે તપાસ હાથ ધરી હતી.
THRના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો
આ તપાસ દરમિયાન તેમને બાલવાડીના લાભર્થીઓને અપાતો THRના પેકેટનો જથ્થો ગેરકાયદેસર મળી આવ્યો હતો. આ અંગે બાળ વિકાસ અધિકારી ( Child Development Officer )એ તાલુકા પોલીસને જાણ કરી હતી. ભરૂચ તાલુકા પોલીસનો કાફલો પણ સ્થળ પર દોડી આવ્યો હતો. પોલીસને સ્થળ પરથી 1234 નંગ THR ( Take Home Ration )ના પેકેટનો જથ્થો જેની કુલ કિંમત 64,000થી વધુનો જથ્થો ઝડપી લીધો છે.
બાળ વિકાસ અધિકારી ( Child Development Officer )એ નોંધાવી પોલીસ ફરિયાદ
THR ( Take Home Ration )ના પેકેટનો જથ્થો સંગ્રહ કરીને વેચાણ કરતા સતા બેચર ભરવાડ, રામજી ભરવાડ, ભૂપત ભરવાડ અને લાખા ભરવાડ સહિત અન્ય બે આરોપીઓ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, આ કૌભાંડ ( Anganwadi Food Scam )માં આંગણવાડી કર્મીની પણ સંડોવણી હોવાની આશંકા સેવાઇ રહી છે.
આ પણ વાંચો -