બનાસકાંઠા જિલ્લાના પાલનપુર ખાતે આવેલા લક્ષ્મીપુરાના ઉમિયાધામ મંદિર ખાતે લક્ષ્મીપુરા ઉમિયા શક્તિ મંડળ ,મિત્ર મંડળ તેમજ સમસ્ત ગ્રામજનો દ્વારા વરસાદમાં વિલંબ થતા વરૂણદેવને રીઝવવા આજે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું.જયાં ગ્રામજનોએ યજ્ઞમાં આહુતિ આપી વરસાદ વહેલો અને સારા પ્રમાણમાં આવે તેમજ લોકોની સુખાકારી જળવાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.
વહેલી સવારે શરૂ થયેલા આ પર્જન્ય યજ્ઞમાં આજુબાજુના લોકો જોડાયા હતા. તો સાથે જ આ યજ્ઞમાં આહુતિ આપી પ્રાર્થના અર્ચના કરી હતી. તો આ અંગે મંદિરના નંદુ મહારાજે જણાવ્યું હતું કે, આજે મંદિરમાં વરસાદ ખેંચાતા વરુણદેવને રીઝવવા માટે પર્જન્ય યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું. વરુણદેવ રીજીને ધરતીને ભીંજાવી પશુ,પંખીઓ ખેડૂતોને ખુશખુશાલ કરે તેમજ દરેક મનુષ્ય જાતિનું કલ્યાણ થાય તે માટે પ્રાર્થના કરવામાં આવી હતી.