- યાત્રાધામ અંબાજી ખાતે પણ રથયાત્રા મોકૂફ રખાઈ
- સમગ્ર રાજ્યમાં રથયાત્રા યોજવામાં આવી નથી
- 28 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકૂફ
બનાસકાંઠાઃ સમગ્ર ભારતમાં અષાઢી બીજ નિમિત્તે ભગવાન જગન્નાથજીની રથયાત્રા યોજવામાં આવતી હોય છે, પરંતુ કોરોનાની મહામારીના કારણે સંક્રમણને વધુ ફેલાતું અટકાવવા માટે ચાલુ વર્ષે સમગ્ર રાજ્યમાં રથયાત્રા યોજવામાં આવી નથી. આ અંતર્ગત યાત્રાધામ અંબાજી ખાતે પણ રથયાત્રા મોકૂફ રખાઈ છે.
આ પણ વાંચોઃ યાત્રાધામ અંબાજીમાં ભગવાન જગન્નાથજીની રથયાત્રા નહીં નીકળે
28 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા મોકૂફ
કોરોનાનું સંક્રમણ ન ફેલાઇ તેને લઇને યાત્રાધામ અંબાજીમાં છેલ્લા 28 વર્ષથી નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા આ વખતે પણ મોકૂફ રાખવામાં આવી છે. ભગવાન જગન્નાથજીના રથને માનસરોવર પાસે રાધા-કૃષ્ણના મંદિર નજીક મુકવામાં આવશે. દર વર્ષની જેમ આ વર્ષે પણ અંબાજીમાં રાધા-કૃષ્ણ મંદિર નજીક રથની આરતી પૂજા કરવામાં આવશે. જ્યારે દર્શનાર્થીઓએ દૂરથીજ દર્શન કરવાના રહેશે. ફણગાવેલા મગ અને જાંબુ તથા કાકડીનો પ્રસાદ પણ વહેંચવામાં આવશે. કોરોનાનુ સંક્રમણ ન ફેલાઇ તેની તકેદારીના ભાગરૂપે લોકોની આરોગ્યની સુખાકારી માટે આયોજકો દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.
આ પણ વાંંચોઃ દબદબાભેર નીકળતી ભગવાન જગન્નાથજીની રથયાત્રા, આ વર્ષે કેવી હશે ?