ETV Bharat / state

ભાભર તાલુકાના સ્થાનિકો હજું પણ કેટલીક સુવિધાઓથી વંચિત

બનાસકાંઠા જિલ્લામાં આગામી 28 ફેબ્રુઆરીના રોજ ત્રણ નગરપાલિકાની ચૂંટણીઓ યોજાનાર છે, ત્યારે ભાભરમાં પણ નગરપાલિકાની ચૂંટણીને લઈ હાલમાં ભાજપ શાસન પર રોષ જોવા મળી રહ્યો છે.

Banaskantha
Banaskantha
author img

By

Published : Feb 8, 2021, 7:33 AM IST

  • ભાભર નગરપાલિકામાં ભાજપનું શાસન
  • 3 વર્ષના શાસનમાં સ્થાનિકોની માંગણી
  • ભાભરમાં 300 કાર્યકર્તાઓ ભાજપમાંથી કોંગ્રેસમાં જોડાયા

બનાસકાંઠા: જિલ્લામાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ જાહેર થઈ ગઈ છે ત્યારે અત્યારથી જ ચૂંટણીને તમામ પક્ષો પોતાની જીત માટે એડીચોટીનું જોર લગાવી શરૂઆત કરી દીધી છે. બનાસકાંઠા જિલ્લામાં ગત ટર્મની વાત કરવામાં આવે તો બનાસકાંઠા જિલ્લાના ડીસા, પાલનપુર અને ભાભરમાં સ્પષ્ટ બહુમતીથી ભાજપનું શાસન આવ્યું હતું અને પાંચ વર્ષ સુધી નગરપાલિકામાં બહુમતીના જોરે ભાજપે શાસન ચલાવ્યું હતું. ત્યારે આ વર્ષે યોજાનારી નગરપાલિકાની ચૂંટણીને લઈ ભાજપ શાસનથી સ્થાનિક લોકોમાં વિકાસના મુદ્દે નારાજગી જોવા મળી રહી છે. ત્યારે ચોક્કસ કહી શકાય કે, ગત ટર્મમાં જે પ્રમાણે ભાજપ ને સ્પષ્ટપણે બહુમતી મળી હતી તેમાં આ વર્ષે કોંગ્રેસ ચોક્કસથી ટક્કર આપે તો નવાઈ નહીં.

બનાસકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકામાં ચૂંટણી જંગ

ચૂંટણીને લઈ ભાજપ-કોંગ્રેસ લગાવશે એડીચોટીનું જોર

બનાસકાંઠા જિલ્લાની ભાભર નગરપાલિકાની આગામી 28મી ફેબ્રુઆરીના રોજ જ્યારે ચૂંટણી યોજાનાર છે. તેને લઇ અત્યારથી જ ભાજપ અને કોંગ્રેસ બંને પક્ષોએ પોતાની જીત માટે તૈયારીઓ શરૂ કરી દીધી છે. ખાસ કરીને વાત કરીએ તો, ગત પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાભર નગરપાલિકામાં ભાજપે 6 બેઠકો પર 24 ઉમેદવારો મેદાનમાં ઉતાર્યા હતા. જેમાં તમામ ઉમેદવારો જીત્યા હતા પરંતુ આ પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન ભાભરમાં સ્થાનિક લોકોની માગ પૂર્ણ થઇ નથી. ભાજપ દ્વારા ભાભરમાં પાંચ વર્ષના શાસનકાળ દરમિયાન અનેક વિસ્તારોમાં ગટર, રસ્તાઓ તેમજ પાણીની સમસ્યા દૂર ન કરાતા આખરે આગામી સમયમાં યોજાનારી ચૂંટણીમાં સ્થાનિક લોકોનો ભાજપ પ્રત્યે રોષ જોવા મળી રહ્યો છે.

બનાસકાંઠા જિલ્લામાં 3 નગરપાલિકામાં જામશે ચૂંટણી જંગ

પાંચ વર્ષના શાસનમાં સ્થાનિકોની માંગણી

ગત વર્ષે ભાભર નગરપાલિકામાં 6 વોર્ડની તમામે તમામ 24 બેઠકો ભાજપે કબજે કરી હતી અને પૂર્ણ બહુમતી મેળવતા સત્તા સંભાળી હતી. જો કે, પાંચ વર્ષના શાસનમાં ભાજપે શહેરના વિકાસના કેટલાક કામો કરવામાં સફળ રહી છે અને કેટલી નિષ્ફળ રહી છે તે જાણવા માટે Etv ભારતની ટીમ જનતાની વચ્ચે પહોંચી હતી અને પૂર્ણ બહુમતી હોવા છતાં પણ હજુ પણ લોકોની સમસ્યાઓને હલ કરી શકી નથી. અનેક વિસ્તારના લોકો આજે પણ પ્રાથમિક સુવિધાઓથી પણ વંચિત છે, જેના કારણે લોકો આ વખતે ફરીથી ભાજપને સતામાં લાવશે કે પરિવર્તન આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.