બનાસકાંઠાઃ છેલ્લા દસ દિવસથી રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધના (Russia Ukraine War 2022)કારણે અનેક ભારતીય વિદ્યાર્થીઓ આ યુદ્ધ વચ્ચે અટવાયા છે. ખાસ કરીને ડૉક્ટરીનો અભ્યાસ કરવા માટે ગયેલા ભારતીય વિદ્યાર્થીઓ અભ્યાસ પહેલા જ યુદ્ધમાં ફસાઈ ગયા છે. જેના કારણે હાલમાં ભારત સરકાર દ્વારા આ તમામ વિદ્યાર્થીઓને સુરક્ષિત લાવવામાં આવી(Operation Ganga Ukraine)રહ્યા છે. પરંતુ આજેપણ અનેક વિદ્યાર્થીઓ યુક્રેનમાં હોવાના કારણે વિદ્યાર્થીઓના પરિવારમાં ચિંતા જોવા મળી રહી છે. ક્યારે પોતાના દીકરા દીકરીઓ પરત ઘરે આવે તેની રાહ જોઈને બેઠા છે.
ઓપરેશન ગંગા દ્વારા વિધાર્થીઓને પરત લવાયા
વિશ્વમાં અત્યારે સહુથી વધુ કોઈ ચર્ચા થતી હોય તો તે છે રશિયા અને યુક્રેન વચ્ચે ચાલી રહેલા યુધ્ધની છે. રશિયા અને યુક્રેન યુધ્ધને પગલે ભારતથી યુક્રેન અભ્યાસ અર્થે ગયેલા વિધાર્થીઓ ફસાઈ ચૂક્યા છે. ભારત સરકાર દ્વારા ઓપરેશન ગંગા દ્વારા આ વિધાર્થીઓને પરત લાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે. આ પ્રયાસ અંતર્ગત હજારો વિધાર્થીઓને ભારત સરકાર સ્વદેશ લાવવામાં પણ સફળ રહી છે. ભારતના જે વિધાર્થીઓ યુક્રેનમાં ફસાયેલા (Indian students trapped in Ukraine)છે તે વિધાર્થીઓના પરિવાજનો માટે એક એક પળ વિતાવવી મુશ્કેલ બની ગઈ છે.
ડીસાના વિદ્યાર્થીની યુક્રેનની યાદો
ડીસાની વાત કરીએ તો ડીસાના ચુનીકાકા પાર્કમાં રહેતો દિવ્ય ત્રિવેદી પણ યુક્રેનમાં મેડિકલ અભ્યાસ કરવા માટે ગત ડિસેમ્બર મહિનામાં ગયો હતો. રશિયાએ યુક્રેન પર હુમલો કરી દેતા ભારતના હજારો વિધાર્થીની સાથે સાથે દિવ્ય પણ ખરાબ રીતે યુક્રેનમાં ફસાઈ ચૂક્યો હતો. દિવ્ય યુક્રેનમાં ખરાબ રીતે ફસાઈ જતાં ડીસામાં રહેતો તેનો પરિવાર વ્યાકુળ બની ગયો હતો. પરંતુ આજે ડીસા આવી પહોંચતા તેના પરિવારમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. દિવ્યએ મીડિયા સાથેની વાતચીતમા જણાવ્યુ હતું કે જે દિવસે રશિયાએ યુક્રેન પર હુમલો કર્યો હતો તે સમયે તે યુક્રેનની રાજધાની કિવ પહોંચ્યો હતો અને હુમલા બાદ યુક્રેનમાં અફરાતફરીનો માહોલ છવાઈ ગયો હતો. ત્યારબાદ એક અઠવાડીયા બાદ તેને રોમાનિયાની સરહદ પર પહોંચતા લાગ્યો હતો. રોમાનિયા સરહદ પર પહોંચ્યા બાદ ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવેલા ઓપરેશન ગંગાની મદદથી પરત આવવામાં સફળ રહ્યો છે. ત્યારે દિવ્યએ આજે તેની સાથે ઘટેલી આખી ઘટના જણાવી હતી.
પરિવારમાં ખુશી
યુક્રેન દ્વારા ભારતના વિધાર્થીઓ સાથે કેવું વર્તન કરવામાં આવી રહ્યું છે તેની સાથે સાથે ભારત સરકાર વિધાર્થીઓ માટે કેટલી મદદરૂપ થઈ રહી છે તે તમામ બાબતો પર પ્રકાશ પાડ્યો હતો. દિવ્યની સાથે સાથે તેનો પરિવાર પણ અત્યારે દિવ્ય સહિસલામત પરત સ્વદેશ પહોંચી જતાં રાહતનો શ્વાસ લઈ રહ્યા છે અને તેમના માટે દિવ્ય પરત પોતાના ઘરે પરત ફરતા ઉત્સવ જેવો માહોલ જોવા મળી રહ્યો છે.દિવ્ય ઘરે પરત આવતા તેમના આખા પરિવારની આંખોમાં આંસુ આવી ગયા હતા.અને વર્ષો બાદ જ્યારે પુત્ર ઘરે આવ્યો હોય તે સમયે જે પરિવારમાં ખુશી હોય છે તે જોવા મળી હતી.
આ પણ વાંચોઃ Indian Students Stranded In Ukraine: યુક્રેનથી પરત ફરેલા ગુજરાતી વિદ્યાર્થીએ કહ્યું - યુક્રેની સેના દ્વારા ભારતીય વિદ્યાર્થીઓને બંદૂકથી મારવામાં આવે છે