ETV Bharat / state

પાલનપુરના પરેશભાઈનો અનોખો ગૌપ્રેમ, નિરાધાર વાછરડાં માટે ફેક્ટરીમાં શેડ બનાવી ઉભી કરી 'મિની ગૌશાળા' - ambulance service for calves

બનાસકાંઠા જિલ્લાના પાલનપુરના એક ગૌસેવક અને વ્યવસાયે વેપારી એવા પરેશભાઇ પ્રજાપતિ છેલ્લાં 10 વર્ષથી શહેરમાં અકસ્માત કે બીમારીથી પીડાતી ગાયોને સારવાર અર્થે તેમની ફેક્ટરીમાં મિની ગૌશાળા ઉભી કરી સેવા આપી રહ્યા છે. આ ઉપરાંત પશુઓને હૉસ્પિટલમાં પહોંચાડવા માટે તેમણે એમ્બ્યુલન્સની સેવા પણ શરૂ કરી છે. તેમની સાથે બનેલી એક ઘટનાએ તેમને આ સેવાકાર્યો કરવા માટે પ્રેરણા આપી હતી.

પાલનપુરના પરેશભાઇનો અનોખો ગૌ પ્રેમ, ફેક્ટરીમાં શેડ બનાવી ઉભી કરી 'મિની ગૌશાળા'

author img

By

Published : Nov 24, 2020, 8:08 PM IST

  • પાલનપુરના પ્રજાપતિ પરિવારની અનોખી ગૌ-સેવા
  • અત્યાર સુધી 2000થી પણ વધુ ગાયોને મફતમાં આપી સારવાર
  • પરેશભાઇ પ્રજાપતિ દ્વારા 'મિની ગૌશાળા'માં નિરાધાર 15 વાછરડાંઓનો ઉછેર

બનાસકાંઠા: તમે માતાપિતાના મૃત્યુ બાદ અનાથ, નિરાધાર બનેલા બાળક-બાળકીઓને દત્તક લેતા લોકોને જોયા હશે. પરંતુ પાલનપુરમાં મૃત્યુ પામેલા ગાયો પાછળ નિરાધાર થતા વાછરડાંની સારવાર લેતા એક અનોખા ગૌસેવક પરેશભાઇ પ્રજાપતિ છેલ્લાં 10 વર્ષથી તેમની આરસની ફેક્ટરીમાં શેડ ઉભો કરી મિની ગૌશાળામાં અનેક વાછરડાઓની સંભાળ લઇ રહ્યા છે.

પાલનપુરના પરેશભાઇનો અનોખો ગૌ પ્રેમ, નિરાધાર વાછરડાં માટે ફેક્ટરીમાં શેડ બનાવી ઉભી કરી 'મિની ગૌશાળા'

પિતા પાસેથી મળી પ્રેરણા

આરસની ફેક્ટરીના વ્યવસાય સાથે સંકળાયેલા પરેશભાઇના પિતા સોમભાઈ પહેલેથી જ ગાયોની સેવા કરતા. વડ જેવા ટેટા અને બાપ જેવા બેટા તે કહેવતને સાર્થક કરતાં પરેશભાઇ પણ યુવાવસ્થામાં પિતાની જેમ ગૌસેવા તરફ વળી ગયા અને શહેરમાં અકસ્માત તેમજ બીમારીથી પીડાઇ મોતને ભેટેલી ગાયોને જોઇ, આથી આવી ગાયોના જીવ બચાવવા તેમણે એમ્બ્યુલન્સ શરૂ કરી. પાલનપુરમાં દસ વર્ષ અગાઉ શરૂ થયેલી પરેશભાઈની આ એમ્બ્યુલન્સે હજારો ગાયોના જીવ બચાવી મહત્ત્વની સેવા પૂરી પાડી છે.

નિરાધાર વાછરડાને પોતાની ફેક્ટરી પર લઈ આવ્યાઆજથી 4 વર્ષ અગાઉ પરેશભાઈને વહેલી સવારે ફોન આવ્યો જેમાં તેમને જણાવવામાં આવ્યું કે એક ગાય તેના વાછરડાને જન્મ આપ્યા બાદ બીમારીથી પીડાઈ રહી છે, આ સમાચાર મળતાં જ પરેશભાઈ ઘટનાસ્થળે તબીબ સાથે પહોંચી ગયા. જો કે બન્યું એવું કે વાછરડાને જન્મ આપ્યા બાદ ગાય બિમારીમાં મોતને ભેટી ગઇ અને તેનું વાછરડું નિરાધાર બની ગયું. આ સ્થિતિને જોઈ પરેશભાઈનું હૈયું ભરાઈ આવ્યું અને તેને પોતાની ફેક્ટરી પર લઈ આવ્યા. ફેક્ટરી પર લાવી પરેશભાઇએ પોતાના વ્યવસાયની સાથે સાથે થોડો સમય વાછરડાને આપી તેની સેવા શરુ કરી .

વાછરડાઓ માટે 8 થી 10 લિટર દૂધ ખરીદાય છે

જો કે તે બાદ પરેશભાઈને વિચાર આવ્યો કે આવા અનેક નિરાધાર વાછરડાઓ પોતાની માતાના મોત બાદ ભૂખ્યા તરસ્યા રઝળી મોતને ભેટતા હશે જેને લઇ પરેશભાઈએ નિરાધાર બનેલા વાછરડાઓ માટે પોતાની ફેક્ટરીમાંની જગ્યામાંથી થોડી જગ્યામાં શેડ બનાવી મિની ગૌશાળા તૈયાર કરી દીધી. જોકે ચાર વર્ષના ટૂંકા ગાળામાં પરેશભાઈની આ મીની ગૌશાળામાં નિરાધાર 15 વાછરડાઓ નિર્વાહ કરતા થયા. મહત્ત્વની વાત એ છે કે પરેશભાઈ આ વાછરડાઓને તેમની માતા જેવું જ દૂધ મળી રહે તે માટે પશુપાલક પાસેથી દિવસે 8 થી 10 લિટર દૂધ ખરીદી વાછરડાઓને પ્રોટીનયુક્ત ખોરાક સાથે પૂરું પાડે છે.

અન્ય લોકો માટે પ્રેરણારૂપ સાબિત થઈ રહ્યો છે આ પરિવારપાલનપુરના વેપારી પરેશભાઈની આ સેવાની જાણ થતાં શહેરીજનો પરેશભાઈની ગૌશાળાની નિયમિત મુલાકાત લે છે અને સેવા કરવા બદલ પરેશભાઈને અભિનંદન પાઠવે છે. પરેશભાઈ પણ શહેરીજનોના આ અભિનંદનને સેવાનું ફળ માની પોતાનું સેવાકાર્યો આગળ ધપાવી રહ્યાં છે. જોકે પરેશભાઇના આ અનોખા પશુ પ્રેમની ફક્ત શહેરીજનો જ નહીં પરંતુ પરેશભાઈને લાડ લડાવતાં વાછરડાઓ પણ પરેશભાઈના અનોખા આ સેવાકાર્યની સાક્ષી પૂરી રહ્યા છે. આ નિરાધાર વાછરડાઓ પરેશભાઈ માટે વાછરડાઓ જ નથી રહ્યાં પરંતુ તેમના પરિવારનું સદસ્ય બની ગયા છે.

નિ:શુલ્ક એમ્બ્યુલન્સ સેવાછેલ્લા 10 વર્ષથી પાલનપુર શહેરમાં અકસ્માત કે બીમારીનો ભોગ બની પીડાતી ગાયોને સારવાર અર્થે પહોચાડવા આવતી પરેશભાઈની આ એમ્બ્યુલન્સ કોઈ પાસેથી કોઈ પણ જાતનો ચાર્જ વસૂલતી નથી, તમામ સેવાઓ નિશુલ્ક છે. જેને કારણે આજે પાલનપુરના મોટાભાગના લોકોના ફોનમાં પરેશભાઇની આ એમ્બ્યુલન્સનો નંબર સેવ થયેલો જોવા મળે છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.