ETV Bharat / state

Banaskantha News: થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેટ કરવા કરાઈ અપીલ - undefined

બનાસકાંઠા જિલ્લામાં દર વર્ષે ઉનાળાના સમયમાં બ્લડની ખુબજ અછત સર્જાય છે.ત્યારે આ વખતે પણ ઉનાળામાં બ્લડની અછત સર્જાતા ડીસામાં ભણસાળી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલની બ્લડ બેંકે બ્લડ ડોનરોને બ્લડ ડોનેટ કરવા અપીલ કરી છે.

Banaskantha News: થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેટ કરવા કરાઈ અપીલ

author img

By

Published : Jun 1, 2023, 6:50 AM IST

Updated : Jun 1, 2023, 11:04 AM IST

Banaskantha News: થેલેસેમિયાના બાળકો માટે બ્લડ ડોનેટ કરવા કરાઈ અપીલ

બનાસકાંઠા/ડીસાઃ ઉનાળાની સિઝન અને ભારે ગરમીના કારણે સ્વૈચ્છિક સામાજિક સંસ્થાઓ દ્વારા રક્તદાન કેમ્પો યોજાતા ન હોવાથી ડીસા સહિત સમગ્ર બનાસકાંઠામાં અત્યારે બ્લડ બેંકોમાં રક્તની ભારે અછત સર્જાઇ છે. જેના કારણે દર્દીઓને રક્ત મેળવવામાં ખૂબજ હાલાકી ભોગવવી પડી રહી છે. ડીસામાં આવેલ ભણસાળી ટ્રસ્ટ સંચાલિત ગાંધી લિંકન હોસ્પિટલની બ્લડ બેન્ક દ્વારા થેલેસેમિયા ગ્રસ્ત બાળકોને બ્લડ પૂરું પડાય છે.

બ્લડની અછતઃ જેથી અત્યારે ઉનાળામાં બ્લડની અછત સર્જાતા સૌથી વધુ દયા જનક સ્થિતિ તો થેલેસેમિયા બીમારી વાળા બાળકોને થઈ રહી છે.જેઓને દર માસે બે વખત ફરજિયાત રક્ત ચઢાવવું જ પડે છે.જેથી ભણસાલી હોસ્પિટલની બ્લડ બેન્ક આ ઉપરાંત ડીસામાં અનેક ખાનગી બ્લડ બેંકોમાં હાલમાં રક્ત યુનિટની ખૂબ જ અછત સર્જાઇ છે. આ બાબતે ભણસાલી હોસ્પિટલ સંચાલિત બ્લડ બેન્કના ટેકનિકલ સુપરવાઇઝર અશોકભાઈ ત્રિવેદીના જણાવ્યા મુજબ હાલમાં રક્તની અછત સર્જાવવાનું મુખ્ય કારણ ભારે ગરમીના કારણે વિવિધ સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ રક્તદાન કેમ્પ યોજતી નથી.

ગરમીની અસરઃ આ સંસ્થાઓ શિયાળા અને ચોમાસા દરમિયાન કેમ્પો યોજતી હોવાથી આ સિઝનમાં રક્તની અછત સર્જાતી નથી પરંતુ ગરમીના કારણે કોઈ સંસ્થા રક્તદાન કેમ્પ યોજવા આગળ આવતી ન હોવાથી હાલમાં રક્ત યુનિટની ખૂબજ અછત સર્જાઇ છે. બ્લડ ડોનેટ કરતા લોકોને બ્લડ ડોનેટ કરવા અપીલ કરાઈ છે. ભણસાળી હોસ્પિટલના બ્લડ બેંકના સુપરવાઈઝર એ જણાવ્યું છે.કે થેલેસેમિયા બીમારી વાળા બાળકોને મહિનામાં ફરજિયાત બે વખત રક્ત ચઢાવવું જ પડે છે. તેમની હાલત કફોડી થઈ છે.

અત્યારે ઉનાળાનો સમય ચાલી રહ્યો છે જેના કારણે બહુ ઓછા લોકો બ્લડ ડોનેટ કરી રહ્યા છે જેના કારણે બ્લડ બેન્કમાં બ્લડ નથી અને થેલેસેમિયા થી પીડાતા બાળકો અને બ્લડની જરૂર પડે છે. બ્લડ ન મળવાના કારણે ખૂબ મોટી મુશ્કેલી ઊભી થાય છે. તેથી બ્લડ ડોનેટ કરતા લોકોને અમારી નમ્ર અપીલ છે કે આપ ઉનાળામાં પણ બ્લડ ડોનેટ કરો. જેથી થેલેસેમિયાથી પીડાતા બાળકોને જીવનદાન મળે. --- અશોકકુમાર ત્રિવેદી (ટેકનિકલ સુપરવાઇઝર, ગાંધી લિંકન હોસ્પિટલ)

હાલાકીની સ્થિતિઃ આ સિવાય કેન્સરના દર્દીઓ, આકસ્મિક અકસ્માતનો ભોગ બનેલા દર્દીઓ તેમજ પ્રસ્તુતા મહિલાઓને રકત મેળવવામાં ભારે હાલાકી ભોગવવી પડે છે. ભણસાલી હોસ્પિટલમાં આવતા દર્દીઓને રક્ત મેળવવા બહાર મોકલવા પડે છે જ્યાં પણ તેઓને પૈસા ખર્ચવા છતાં પણ રક્ત મળતું નથી. જેથી તેઓ વિવિધ સામાજિક સંસ્થાઓને આ બાબતે રક્તદાન કેમ્પો યોજી રક્ત યુનિટ એકત્ર કરવા અપીલ પણ કરી છે.

  1. Banaskantha News : બનાસકાંઠામાં ભારે પવન સાથે વરસાદે ઘરોના હાલ બેહાલ કર્યાં
  2. Unseasonal Rains: હવામાન વિભાગની આગાહીના પગલે તંત્ર એલર્ટ, માર્કેટયાર્ડમાં અનાજ ન પલડે તે માટે વહીવટી તંત્ર સજ્જ

Last Updated : Jun 1, 2023, 11:04 AM IST

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.