ETV Bharat / state

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા અર્થતંત્ર પર મોટી અસર

આ વર્ષે વરસાદ ખેંચાતા અર્થતંત્રને મોટો ફટકો પાડવાની સંભાવના વધી ગઈ છે. બનાસકાંઠા જીલ્લામાં ચોમાસુ પૂરું થવા આવ્યું હોવા છતાં હજુ સુધી માત્ર 30 ટકા વરસાદ નોંધાયો છે.. જેની અસર કૃષિ પ્રધાન અર્થતંત્ર પર આવનારા સમયમાં પડશે.. વરસાદ ખેંચાવાથી બનાસકાંઠા જીલ્લામાં કેવી સ્થિતિ સર્જાઈ છે.

farm
બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા અર્થતંત્ર પર મોટી અસર
author img

By

Published : Sep 1, 2021, 11:52 AM IST

  • બનાસકાંઠા જિલ્લામાં નહિવત વરસાદથી ખેડૂતોની હાલત કફોડી
  • જિલ્લામાં વરસાદની ઘટથી અર્થતંત્રને પડશે ફટકો
  • વરસાદની અછતના કારણે ખેડૂતોના પાક પર મોટી અસર
  • સતત ઓછા વરસાદ થી જિલ્લામાં ધંધા-રોજગાર થયા બંધ

બનાસકાંઠા: જીલ્લામાં ચોમાસાની શરૂઆત જૂન મહિનાથી થઈ જતી હોય છે અને લગભગ સપ્ટેમ્બર મહિનામાં હવામાન વિભાગ દ્વારા ચોમાસાની પૂર્ણાહુતિ જાહેર કરવામાં આવે છે. બનાસકાંઠા જીલ્લામાં વર્ષના આ ત્રણ મહિના જ વરસાદ આવતો હોય છે.પરંતુ ચાલુ વર્ષે ચોમાસાના અઢી મહિના વીતી જવા છતાં હજુ સુધી માત્ર ત્રીસ ટકા જેટલો વરસાદ નોંધાયો છે.અને તેના લીધે બનાસકાંઠા જીલ્લામાં ખેતી આધારિત ખેતી કરતાં ખેડૂતોની હાલત કફોડી બની ગઈ છે.

ખેડૂતોએ મોંઘા બિયારણ વાવ્યા

જિલ્લાનું અર્થતંત્ર ખેતી પર આધારિત છે અને આ વર્ષે વરસાદનું પ્રમાણ ઘટતા ખેડૂતોને મોટું આર્થિક નુકશાન સહન કરવું પડે તેમ છે.. વારંવાર નુકશાનીની થાપ સહન કરી ચૂકેલા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ મોંઘા ભાવે બિયારણ ખરીદી સારા વરસાદની આશાએ ચોમાસુ વાવેતર કર્યું હતું,પરંતુ આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાથી ખેડૂતોનો ચોમાસુ પાક મુરજાવવા માંડ્યો છે. આ ઉપરાંત બનાસકાંઠા જીલ્લામાં છેલ્લા કેટલાક વર્ષોથી સતત ભૂગર્ભ જળસ્તર ઊંડા ઉતરી રહ્યા છે અને તેના લીધે ખેતીના ખર્ચમાં પણ વધારો થઈ રહ્યો છે.આ ઉપરાંત ઊંડા ઉતરેલા ભૂગર્ભ જળના પાણી પણ ખેતી લાયક ના હોવાના લીધે ખેતીના ઉત્પાદન પર પણ અસર પડી રહી છે.

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ખેંચતા અર્થતંત્ર પર મોટી અસર

વરસાદ ખેંચતા ધંધા-રોજગાર પર મોટી અસર

જીલ્લામાં વરસાદ ખેંચાઇ ગયો છે અને વરસાદ ખેંચાઇ જતાં બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બની ચૂક્યા છે. ખેતી આધારિત અર્થતંત્ર ધરાવતા બનાસકાંઠા જીલ્લામાં વરસાદ ખેંચાઇ જવાથી બનાસકાંઠા જિલ્લાના વેપાર ધંધા પર પણ તેની અસર થવાની શરૂઆત થઈ ગઈ છે. વેપારીઓ જણાવી રહ્યા છે કે," બે વર્ષથી કોરોનાની મારના લીધે ધંધા રોજગાર ચોપાટ થઈ ગયા હતા.. અને અધુરામાં પૂરું આ વર્ષે વરસાદ ખેંચાઇ જવાના લીધે અર્થતંત્રનો રાજા કહેવામા આવતો ખેડૂત પણ પાયમાલ થઈ ગયો છે.. અને તેની સીધી અસર વેપાર ઉધોગ પર જોવા મળી રહી છે.. અને આગામી સમયમાં આ સમસ્યા વધારે ગંભીર બની શકે તેમ છે".

આ પણ વાંચો : આજથી 3 દિવસ માટે કેવડીયા ખાતે ભાજપની પ્રદેશ કાર્યકારીણી બેઠકનું આયોજન

કૃષિ આધારિત અર્થતંત્ર પર નુકશાન

ભારત એક કૃષિ પ્રધાન દેશ છે અને ભારતમાં લગભગ 6 લાખ ગામડાઓ અને દેશની લગભગ 65 ટકા વસ્તી ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલી છે.ત્યારે સ્વાભાવિક છે કે દેશના અર્થતંત્રમાં કૃષિનો ફાળો મહત્વનો હોય..કહી શકાય કે આપણું અર્થતંત્ર કૃષિ આધારિત અર્થતંત્ર છે. પરંતુ આ વર્ષે વરસાદ ખૂબ જ ઓછો પાડવાના લીધે ખેડૂતોની ખરીદ શક્તિમાં ઘટાડો થયો છે.. ખેડૂતોની ખરીદ શક્તિમાં થયેલો આ ઘટાડો આગામી સમયમાં ભયાનક મંદીની સંભાવના અર્થશાસ્ત્રીઓ જણાવી રહ્યા છે.

ભૂગર્ભજળ નીચે જતા નુકશાન

ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે બનાસકાંઠા જિલ્લો નામના ધરાવે છે.અને બનાસકાંઠા જિલ્લાનું અર્થતંત્ર કૃષિ પર આધારિત છે. વરસાદ ખેંચાઇ જવા ઉપરાંત ભૂગર્ભ જળસ્તર ઊંડા જવાના લીધે બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો પાયમાલ બની રહ્યા છે અને તેની સીધી અસર વેપાર જગત પર જોવા મળી રહી છે.ત્યારે બનાસકાંઠા જિલ્લાના અર્થતંત્રને જો ફરીથી ધબકતું કરવું હોય તો સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાની જીવાદોરી સમાન બનાસ નદીને જીવંત કરવી જરૂરી છે. કે જેથી બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોને સિંચાઇ માટે સરળતાથી પાણી મળી શકે.

આ પણ વાંચો : અફઘાનિસ્તાનની સ્થિતિ પર ભારતની બાજ નજર, વડાપ્રધાનની સૂચના પર બેઠકોનો દોર ચાલુ

બનાસકાંઠા જિલ્લામાં વરસાદ ની રાહ જોતા લોકો

એક સમયે ઉત્તર ગુજરાતનાં વેપારી મથક તરીકે નામના મેળવનાર બનાસકાંઠા જિલ્લાનો વેપાર ખતરામાં છે.અને તેનું મુખ્ય કારણ વરસાદમાં થઈ રહેલો વિલંબ. ત્યારે આગામી સમયમાં જો પૂરતો વરસાદ નહીં મળે તો બનાસકાંઠા જિલ્લાની પરિસ્થિતી બદથી બદતર થાય તો નવાઈ નહીં.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.