બનાસકાંઠા : હિન્દુ ધર્મમાં ભક્તિ શક્તિ અને આસ્થાનું એક અનેરૂ મહત્વ રહેલું છે. સમગ્ર ભારતભરમાં રહેતા હિન્દુ ધર્મમાં અનેક દેવી-દેવતાઓમાં લોકો આસ્થા રાખી અને તેમના મંદિરની પ્રતિષ્ઠા કરી ધામધૂમપૂર્વક ઉજવણી કરતા હોય છે, ત્યારે ડીસામાં આવેલા વડલી ફાર્મ ખાતે 50 વર્ષ જુના મહાકાળી માતાના મંદિરે આજે માતાજીનો પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો હતો.
છેલ્લા પચાસ વર્ષથી ગામલોકો દ્વારા નાના મંદિરની પૂજા અર્ચના કરવામાં આવતી હતી, ત્યારે સમગ્ર ગામ લોકો એકત્રિત થઇ આ મંદિરને એક વિશાળ મંદિર બનાવવામાં આવ્યું હતું અને આજે તેની પ્રતિષ્ઠા કરવામાં આવી હતી. આ પ્રસંગે કેદારનાથ મંદિરના મહંત આ પ્રતિષ્ઠા મહોત્સવમાં વધારી અને મહાકાળી માતાની મૂર્તિ અને ગોગ મહારાજની મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી. આજે યોજાયેલા આ પ્રતિષ્ઠા મહોત્સવમાં ડીસા તાલુકાના આજુબાજુના ગામોમાંથી ૨૫ હજારથી પણ વધુ ભાવિક ભક્તો આ મહોત્સવમાં જોડાઈ દર્શન, હવન અને પ્રસાદી લઈ ધન્યતા અનુભવી હતી.