બનાસકાંઠાઃ રાજ્યમાં દારૂબંધી હોવા છતાં પણ રોજેરોજ લાખો અને કરોડો રૂપિયાનો દારૂ ગુજરાતમાં ઠલવાય પણ છે. ગુજરાત રાજસ્થાન બોર્ડર પર આવેલી તમામ ચેકપોસ્ટ પર પોલીસ બંદોબસ્ત હોવા છતાં પણ બુટલેગરો અવનવા કીમિયા અપનાવી ગુજરાતમાં દારૂ ઘુસાડવાનો પ્રયાસ કરતા હોય છે, ત્યારે મંગળવારે પણ હરિયાણાથી અમદાવાદ ડિલિવરી આપવા જઈ રહેલી દારૂ ભરેલી ટ્રકને માવલ પોલીસે ઝડપી પાડી છે.
માવલ પોલીસે લાખો રૂપિયાનો દારૂ ઝડપી પાડ્યો
- હરિયાણાથી અમદાવાદ લઇ જવાતો હતો દારૂ
- દારૂ મકાઈના બારદાનમાં છૂપાવવામાં આવ્યો હતો
- પોલીસે ટ્રક સહિત 30 લાખનો મુદ્દામાલ કર્યો જપ્ત
- લોકડાઉન બાદ 7મી વખત ચેકપોસ્ટ પરથી ઝડપાયો દારૂ
- પોલીસે ડ્રાઈવરની કરી ધરપકડ
વિવિધ બ્રાન્ડનો વિદેશી દારૂ ભરેલી ટ્રક બનાસકાંઠા પાસે આવેલી માવલ પોલીસે ઝડપી પાડી છે. જેમાં મકાઈના બારદાનની આડમાં છૂપાવીને દારૂની પેટીઓ ગુજરાતમાં ઘુસાડવાનો પ્રયાસ મવાલ પોલીસે નકામયાબ કરી ટ્રક સહિત 30 લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ સાથે જ ટ્રક ચાલકની પણ અટકાયત કરી છે.
ઉલ્લેખનીય છે કે, લોકડાઉન બાદ બનાસકાંઠાની બોર્ડર પરથી 7મી વખત દારૂ ભરેલું વાહન ઝડપાયું છે, ત્યારે બુટલેગરો અવનવા કીમિયા અપનાવી પોલીસને પણ પડકાર ફેંકી રહ્યા છે. જેથી પોલીસ પણ સતર્ક બની બુટલેગરોના કીમિયાઓને નિષ્ફળ બનાવવા માટે કટીબદ્ધ બની છે.