- તાલુકાના પ્રત્યેક 184 જનજાતિ સમાજના ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વૃક્ષાર્પણ
- ગામદીઠ એક વડનો રોપો, ગામ દીઠ એક ગુગળનો રોપાનું વિતરણ
- દાતાઓના સહયોગથી 505 મા અંબેના ભક્તને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ
બનાસકાંઠા: જિલ્લાના દાંતા (Danta) અને અમીરગઢ (amirgadh) તાલુકાના પ્રત્યેક 184 જનજાતિ સમાજના ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે ગામદીઠ એક વડનો રોપો, ગામ દીઠ એક ગુગળનો રોપો તેમજ દાતાઓના સહયોગથી 505 મા અંબેના ભક્તને કેસર કેરીના આંબાની કલમનું વિતરણ કરવા 5 જુદા જુદા વૃક્ષારોપણ રથ તૈયાર કરવામાં આવ્યા છે. આ રથ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ, અંબાજી અને જનજાતિ કલ્યાણ આશ્રમ, બનાસકાંઠા દ્વારા અમીરગઢ, વિરમપુર, અંબાજી અને દાંતા વિસ્તારમાં પ્રત્યેક ગામમાં મા અંબેના પ્રસાદ સ્વરૂપે વડ, ગુગળ, આંબાના રોપોઓનું વિતરણ કરાશે. આ રથનું પ્રસ્થાન જિલ્લા કલેક્ટર અને શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અંબાજીના અધ્યક્ષશ્રી આનંદ પટેલના હસ્તે વૃક્ષારોપણ (Plantation) રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું હતું.
આ પણ વાંચો: દાંતા-અંબાજી માર્ગ વચ્ચે ધાબાવાળી વાવ પાસે રોડ બેસી જતા મોટો ભુવો પડ્યો
જિલ્લા કલેક્ટર આનંદ પટેલના હસ્તે વૃક્ષારોપણ રથનું પ્રસ્થાન કરાવામાં આવ્યું
આ પ્રસંગે વડ, ગુગળ અને આંબાના રોપોઓને માતાજીનો પ્રસાદ સ્વરૂપે ગણી જતન કરી પર્યાવરણ વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવામાં આવ્યાં હતાં. તેમજ આગામી સમયમાં જનજાતી લોકો પગભર બની શકે તે માટે ફળાઉ બાગાયતી વ્રુક્ષોનું વિતરણ (Distribution) કરવાનુ આયોજન હાથ ધરાયું હોવાનું દેવસ્થાન ટ્રસ્ટના ચેરમેન અને જિલ્લા કલેક્ટર આનંદ પટેલે જણાવ્યું હતુ. આંબાના રોપોઓને માતાજીનો પ્રસાદ સ્વરૂપે ગણી જતન કરી પર્યાવરણ વૃદ્ધિ અને જાગૃતિ કરવા સંકલ્પ લેવડાવામાં આવ્યાં હતા. બનાસકાંઠા જિલ્લાના દાંતા અને અમીરગઢ તાલુકાના કુલ-247 ગામો પૈકી 184 ગામમાં જનજાતિ સમાજ વસવાટ કરે છે. દાંતા અને અમીરગઢ તાલુકામાં ડુંગરી ગરાસીયા, ડુંગરી ભીલ, માજીરાણા, ડુંગરી ઠાકોર અને ડુંગરી રાવળ એમ કુલ-5 જનજાતિઓ આવેલી છે.
આ પણ વાંચો: 28 જુનના સોમનાથથી શરૂ થયેલી જનસંવેદના મુલાકાત યાત્રા ગઇકાલે અંબાજીમાં પુર્ણ કરી