- વાવમાં કમોસમી વરસાદથી ખેડૂતોને નુકસાન
- બનાસકાંઠામાં છેલ્લા 3 દિવસથી વરસાદ
- નુકસાનનું વળતર આપવા ખેડૂતોની મુખ્યપ્રધાનને રજૂઆત
બનાસકાંઠાઃ જિલ્લાના વાવ પંથકમાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. જેને લઈને વાવ સરપંચ સંગઠન દ્વારા ગુજરાતના મુખ્યપ્રધાન વિજયરૂપાણીને લેખિત રજૂઆત કરવામાં આવી હતી. દરેક ગામનું સર્વે કરવી ખેડૂતોના પાકનું થયેલા નુકસાનનું વળતર આપવા માગ કરાઇ હતી.
- બનાસકાંઠામાં વરસાદથી ખેડૂતોને નુકસાન
બનાસકાંઠાના વાવ તાલુકાના ખેડૂતો પર છેલ્લા 5 વર્ષ થી માઠી દશા બેઠી હોય તેવું લાગી રહ્યું છે. 2015 અને2017 માં પૂરના પ્રકોપમાં વાવ પંથકના ખેડૂતોને મોટું નુકસાન વેઢવાનો વારો આવ્યો છે. જયારે 2018 માં વાવ તાલુકો દુકાળ ગ્રસ્ત જાહેર કરાયો હતો.અને 2019માં પણ ખેડૂતોને મોટું નુકસાન પહોંચ્ચું હતું. જેમાં એક તરફ શિયાળુ સીઝનમાં તીડ આક્રમણ અને બીજી તરફ ચોમાસુ સીઝન બાદ પડેલા વરસાદના કારણે ખેડૂતોને ભારે નુકસાન થયુ છે. જેમાં ગુજરાતની સંવેદનશીલ સરકાર ખેડૂતોને વ્હારે આવી થયેલા નુકસાનનો સર્વે કરાવી સહાય આપી હતી
- ખેડૂતો દ્વારા વળતરની માગ
જયારે અત્યારે પણ 2019ના ચોમાસામાં નુકસાન થયું હતુ તેવુ જ અત્યારે પણ જોવા મળી રહ્યુ છે. વાવ પંથકમાં પડેલા કમોસમી વરસાદના કારણે ખેડૂતોને થયેલા નુકસાનનું તાત્કાલિક સર્વે કરાવી સરકાર યોગ્ય વળતર આપે એવું વાવ પથકનાં સરપંચ સંગઠન દ્વારા રજૂઆત કરવામાં આવી છે. રજૂયાતમાં ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીને જણાવામાં આવી રહ્યું છે કે વાવ તાલુકામાં છેલ્લા 3 દિવસથી પડી રહેલા વરસાદથી ખેડૂતોને ભારે નુકસાન થયું છે. જેથી સરકાર દ્વારા સર્વ કરવી યોગ્ય વળતર આપવા માંગ કરાઈ હતી.