બનાસકાંઠાઃ જિલ્લાના દિયોદરના સણાદર ખાતે રવિવારના રોજ દૈનિક 30 લાખ પ્રતિ લિટર દૂધનું પ્રોસેસિંગ ધરાવતા બનાસડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. ગુજરાતના મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે આ બનાસડેરી પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. જેમાં ડેરી અને પશુપાલનના કેન્દ્રીય પ્રધાન ડૉ. સંજય બાલિયાન, બનાસકાંઠાના સાંસદ પટેલ, બનાસડેરીના ચેરમેન શંકરભાઈ ચૌધરી, ધારાસભ્ય શશીકાંત પંડયા, કીર્તિસિંહ વાઘેલા, પૂર્વ ધારાસભ્ય અલ્પેશ ઠાકોર સહિત ડેરીના ડિરેક્ટરઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે ગુજરાત સરકાર પણ હર હાથ કો કામ, હર ખેત કો પાણી માટે હંમેશા ખેડૂતોની સાથે હોવાનું જણાવ્યું હતું.
CM રૂપાણીના હસ્તે દિયોદરમાં બનાસડેરીના નવા પ્લાન્ટનું ખાતમુહૂર્ત કરાયું - Cm inaugurates
બનાસકાંઠામાં જિલ્લામાં રવિવારે મુખ્યપ્રધાન વિજય રૂપાણીના હસ્તે બનાસડેરીના નવીન પ્લાન્ટ અને થરાદ ખાતે એગ્રીકલ્ચર કોલેજનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું.