બનાસકાંઠા : બનાસકાંઠા જિલ્લામાં આ વર્ષે વરસાદ ખેંચાતા ખેડૂતોની હાલત સૌથી વધુ કફોડી જોવા મળી રહી છે. ચોમાસાની શરૂઆતમાં બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ તથા ખેડૂતોએ પોતાના ખેતરોમાં મગફળી, બાજરી, કપાસ, ગવાર સહિત અનેક શાકભાજીનું મોંઘા બિયારણો લાવી વાવેતર કર્યું હતું. પરંતુ તે બાદ વરસાદ ખેંચાતા હાલમાં ખેડૂતોનો તમામ પાક બળી રહ્યો છે, તેના કારણે ખેડૂતોને પાકમાં નુકસાનના સંજોગો છે. ખેડૂતો ભગવાન પાસે પ્રાર્થના કરી રહ્યા છે કે આ મહિનામાં સારો વરસાદ થાય ,નહિતર ખેડૂતોના ખેતરોમાંથી તમામ પાક નષ્ટ થઈ જાય તેવી સ્થિતિ હાલ પાણી વગર જોવા મળી રહી છે.
પહેલાંના સારા વરસાદમાં વાવેતર કર્યું : બીપરજોય વાવાઝોડા સમય બનાસકાંઠા જિલ્લાના ખેડૂતોએ સારા વરસાદના કારણે પોતાના ખેતરોમાં મોંઘા બિયારણો લાવી મગફળી બાજરી ગવાર કપાસ એરંડા સહિતના પાકોનું મોટા પ્રમાણમાં વાવેતર કર્યું હતું. ખેડૂતોને એક આશા હતી કે આ વર્ષે ચોમાસામાં સારો વરસાદ થશે અને ખેડૂતોના ખેતરોમાં સારું ઉત્પાદન મળશે પરંતુ ચોમાસાની શરૂઆતના દિવસોમાં સારો વરસાદ થયો હતો જે બાદ છેલ્લા બે મહિનાથી વરસાદ જતો રહેતા હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
સરકારી સહાયતાની માગ : આ બાબતે ઈટીવી ભારત સાથેની વાતચીતમાં ખેડૂતોએ જણાવ્યું હતું કે મોંઘા ભાવના ખાતર અને બિયારણ લાવીને ખેતી કરી હતી પરંતુ સમય જતા વરસાદ ખેંચાયો અને આજે વરસાદને દોઢથી બે મહિના થયા પરંતુ હજુ સુધી વરસાદ થયો નથી. જેના કારણે અમારા ખેતરમાં અત્યારે વાવેલા બાજરી મગફળી એરંડા સહિતના જે પાકો છે તે બળી રહ્યા છે .જેથી અમને મોટું નુકસાન થવાની ભીતિ સતાવી રહી છે. સાથે સાથે વરસાદ નથી થયો જેથી પશુપાલન માટે જે ઘાસચારો ઉગાડ્યો હતો તે પણ બળી રહ્યો છે. એટલે પશુપાલન પણ કઈ રીતે નિભાવવું એ પણ એક મોટો પ્રશ્ન ઉભો થયો છે. તેથી સરકારને અમારી નમ્ર વિનંતી છે કે જો વરસાદ ન થાય અને પાક બળી જાય તો સરકાર તરફથી કંઈક સહાયના ભાગરૂપે મદદ કરવામાં આવે તો જીવી શકાય તેમ છે.
હવામાન વિભાગની આગાહી મુજબ બનાસકાંઠા જિલ્લામાં ગઈકાલ મોડી રાત્રે મોટાભાગના વિસ્તારમાં સારો વરસાદ થયો છે અને અમુક વિસ્તારમાં જોકે વરસાદ થયો નથી. જેથી જે વિસ્તારમાં વરસાદ થયો તે વિસ્તારમાં ખેડૂતોનો પાક સારો છે. પરંતુ જે વિસ્તારમાં વરસાદ નથી થયો એવા વિસ્તારમાં પાક બળવાની અણીએ છે. જો આગામી સમયમાં ખેડૂતોનો પાક બળશે અને નુકસાન થાય તેવું જણાવશે તો અમારા દ્વારા રીપોર્ટ કરી સરકારને મોકલી આપવામાં આવશે. મહેશભાઈ પ્રજાપતિ (જિલ્લા ખેતીવાડી અધિકારી)
પાછોતરો વરસાદ ખેંચાયો : છેલ્લા બે મહિનાથી બનાસકાંઠા જિલ્લાના મોટાભાગના તાલુકાઓમાં વરસાદનું ટીપું પણ પડ્યું નથી, જેના કારણે ખેડૂતોના ખેતરોમાં ઉભેલો પાક હાલમાં બળી રહ્યો છે. જ્યાં પણ ખેતરોમાં નજર કરીએ ત્યાં હાલ ખેડૂતોનો મગફળી બાજરીનો પાક નષ્ટ થવાના પગાર પર ઉભો છે. માંડ માંડ ઉછીના પાછીના કરી ખેડૂતો પૈસા લાવી અને પોતાના ખેતરોમાં વાવેતર કર્યું હતું. પરંતુ વરસાદ ખેંચતા હાલમાં ખેડૂતોની હાલત કફોડી બની છે.
10 કલાક વીજળી અપાતી નથી : ખેડૂતોનું માનવું છે કે ભગવાન હવે ખેડૂતોના વહારે આવી આ મહિનામાં વરસાદ થાય તો જ પાક બચી શકે તેમ છે. બીજી તરફ સરકારે 8 કલાકની જગ્યાએ 10 કલાક વીજળી આપવાની વાત કરી હતી પરંતુ વીજળી પણ 8 કલાકની જ આપવામાં આવે છે. જેના કારણે પણ ખેડૂતોને અને ઘણી તકલીફો પડી રહી છે.
ગઇકાલે અમુક વિસ્તારમાં જ પડ્યો વરસાદ : બનાસકાંઠા જિલ્લો આમ તો ખેતી અને પશુપાલન પર નિર્ભર જિલ્લો છે ત્યારે બનાસકાંઠા જિલ્લામાં ચાલુ વર્ષે નહિવત વરસાદ થવાના કારણે બનાસકાંઠાના ખેડૂતોને રાતાપાણીએ રોવાનો વારો આવ્યો છે. કારણ કે ખેડૂતોએ મોંઘા ભાવના ખાતર અને બિયારણો લાવીને ખેતી તો કરી દીધી પરંતુ છેલ્લા દોઢથી બે મહિનાથી જિલ્લામાં વરસાદ ખેંચાતા ખેડૂતોની પરિસ્થિતિ કપરી બની છે. હવામાન વિભાગની આગાહી મુજબ આમ તો ગઈકાલ સાંજે જિલ્લામાં અમુક તાલુકાઓમાં વરસાદ જોવા મળ્યો હતો પરંતુ અમુક વિસ્તારમાં વરસાદ ન થતા ખેડૂતોની પરિસ્થિતિ ખરાબ થઈ છે અને હાલ તો બનાસકાંઠા જિલ્લામાં કહી ખુશી કહી ગામનો માહોલ જોવા મળી રહ્યો છે.
- Kantali Vad Sahay Yojana: સરકારે 18 વર્ષ બાદ કાંટાળી વાડ સહાય યોજનામાં સુધારો કર્યો, હવે 2 હેકટરની મર્યાદામાં સહાય મેળવી શકાશે
- Banaskantha News: બનાસકાંઠાના ચાર તાલુકાના તળાવો પાણીથી ભરવા રાજ્ય સરકારે 1200 કરોડની યોજનાને આપી સૈદ્ધાંતિ મંજૂરી
- Banaskantha News: હવે ખેડૂતોને 8 કલાકને બદલે 10 કલાક મળશે વીજળી, બનાસકાંઠાના ખેડૂતોએ વીજળીની જગ્યાએ સિંચાઇના પાણીની કરી માંગ