ETV Bharat / state

બનાસકાંઠાના થરાદમાં હનીટ્રીપનો મામલો સામે આવ્યો - etv bharat news

બનાસકાંઠાના સરહદી વાવ તાલુકાના કુંભારડી ગામના એક શખ્સે થરાદના ટ્રેક્ટરના શોરૂમના વેપારીની કોઈ યુવતી સાથે વોટ્સએપમાં અને ફોનથી કરેલી વાતચીત સોશિયલ મીડિયમાં વાયરલ કરવાની ધમકી આપીને દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. તેમ છતાં વધુ રૂપિયાની માંગણી કરીને બ્લેકમેલ કરવાની યુવક ધમકી આપતો હતો. જેથી વેપારીએ કંટાળીને થરાદ પોલીસ મથકે ફરિયાદ નોંધાવી હતી.

થરાદ પોલીસ સ્ટેશન
થરાદ પોલીસ સ્ટેશન
author img

By

Published : Feb 11, 2021, 1:53 PM IST

  • થરાદના વેપારીને યુવક દ્વારા ધમકી
  • વેપારીએ યુવતી સાથે કરેલી વાતચીત વાયરલ કરવાની ધમકી આપી
  • વધુ રૂપિયાની માંગણી કરતાં વેપારીએ નોંધાવી પોલીસ ફરિયાદ

બનાસકાંઠાઃ જિલ્લાના સરહદી વાવ તાલુકાના કુંભારડી ગામના દિલીપભાઈ ખોડાભાઈ રબારી નામના શખ્સે થરાદમાં ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા વેપારી મહાદેવભાઈ પટેલની કોઈ યુવતી સાથે ફોનમાં કરેલી વાતનું રેકોર્ડિંગ અને વોટ્સએપમાં કરેલ ચેટના સ્ક્રિનશોટ વાયરલ કરવાની ધમકી આપીને વેપારી પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવી લીધા હતા. યુવકે બીજી વખત 20 લાખ રૂપિયાની માગણી કરતાં અંતે વેપારીએ કંટાળીને થરાદ પોલીસ મથકે દિલીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

થરાદમાં હહનીટ્રીપનો મામલો આવ્યો સામે
થરાદમાં હહનીટ્રીપનો મામલો આવ્યો સામે
થરાદમાં હહનીટ્રીપનો મામલો આવ્યો સામે
થરાદમાં હહનીટ્રીપનો મામલો આવ્યો સામે

યુવકે બીજી વખત 20 લાખ રૂપિયાની માગણી કરી

કુંભારડી ગામના શખ્સે થરાદમાં ટ્રેક્ટરનો શોરૂમ ધરાવતા મહાદેવભાઈ પટેલ પાસેથી દોઢ લાખ રૂપિયા પડાવ્યા હતા જોકે થરાદ તાલુકાના ખાનપુર ગામના મહાદેવભાઈ પટેલ એક યુવતી સાથે ફોનમાં તેમજ વોટ્સએપ પર વીડિયો કોલ અને મેસેજ મારફતે અવાર નવાર વાતચીત કરતાં હતા. જેમાં વાવ તાલુકાના કુંભારડી ગામના દલાભાઈ ઉર્ફે દિલીપભાઈ ખોડાભાઈ રબારીને જાણ થતાં મહાદેવભાઈએ કરેલી વાતચીતનું રેકોર્ડિંગ તેમજ વોટ્સએપ પર કરેલી વાતના સ્ક્રીનશોટ લઈને મહાદેવભાઈને કહ્યું હતું કે દોઢ લાખ રૂપિયા આપો નહિંતર ફોટા તેમજ રેકોર્ડિંગ સોશિયલ મીડિયામાં વાયરલ કરી દઈશ. જ્યારે મહાદેવભાઈએ તેમની સાથે રહેતાં મિત્રોને વાતચીત કરીને દોઢ લાખ રૂપિયા આપ્યાં હતા. થોડા દિવસ બાદ દિલીપે મહાદેવભાઈને રૂબરૂ મળવા બોલાવી 20 લાખ રૂપિયાની માગણી કરી હતી અને જો રૂપિયા નહીં આપો તો જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. અંતે વેપારીએ કંટાળીને થરાદ પોલીસ મથકે દિલીપ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી. થરાદ પોલીસે IPC કલમ 384, 507, મુજબ ગુનો દાખલ કરી વધુ કાર્યવાહી હાથ ધરી હતી.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.